September 25, 2020
September 25, 2020

‘દિલ બેચારા’ પ્યારને ‘મારા’ : રિયા ચક્રવર્તી પર ધરપકડની તલવાર લટકી..!

”રિયાએ સુશાંત પાસેથી પૈસા પડાવ્યા અને સુસાઈડ કરવા માટે ઉકસાવ્યો”

સુશાંતસિંહ રાજપૂતના પિતાએ બોલિવૂડની એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સામે પોલીસ ફરિયાદ FIR દાખલ કરી છે જેમાં કેટલાક ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. પટણાના રાજીવનગર પોલીસ સ્ટેશન એમ કહીને આ ફરિયાદ દાખલ કરી છે કે તેમને મુંબઈ પોલીસ પર ભરોસો નથી. સુશાંતના પિતાએ રિયા સામે કેટલાક ગંભીર આરોપો દાખલ કર્યા છે.

સુશાંતને ગાંડો ઘોષિત કરવાની તૈયારીમાં હતા. સુશાંતના પિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તે વૃદ્ધ છે અને વધુ દોડાદોડી નથી કરી શકતા તેથી તેઓએ ફરિયાદ હવે પટનામાં કરી છે. સુશાંત સાથેની થોડા દિવસની જ મુલાકાતમાં રિયાએ સુશાંતનું પહેલું ઘર ભૂતપ્રેત હોવાનું કહીને બદલાવી દીધું. ત્યારબાદ જે ઘરમાં સુશાંત શિફ્ટ થયો તેમાં રિયાનો સમગ્ર પરિવાર સાથે રહેવા લાગ્યો અને સુશાંતનું માનસિક સંતુલન ખરાબ હોવાનું કહેવા લાગ્યા.

રિયા આ માટે સુશાંતને પોતાના ઘરે લઈ ગઈ અને ઇલાજ દરમિયાન ઘણી વાર ઓવરડોઝ આપવામાં આવ્યા હતા. રિયાએ તમામને એમ કહ્યું હતું કે સુશાંતને ડેંગ્યુ થઈ ગયો છે. આ ઉપરાંત FIRમાં કહેવામાં આવ્યું છે કે સુશાંતને મેન્ટલ હૉસ્પિટલ મોકલવાની તૈયારી હતી. રિયા એ સમયે સુશાંતને કોઈ નવી ફિલ્મ સાઇન કરવા દેતી ન હતી. જ્યારે પણ કોઈ પ્રસ્તાવ આવતો હતો તો રિયા સુશાંત પર એવું દબાણ કરતી હતી કે તે એવી શરત રાખે કે ફિલ્મમાં લીડ રોલમાં રિયા જ હોય.

આરોપ છે કે રિયાએ સુશાંતનો મોબાઇલ નંબર પણ બદલાવી દીધો જેથી સુશાંત જૂના લોકો અને પોતાના પરિવારથી દૂર રહે. સુશાંતના એકાઉન્ટમાંથી રિયા અને તેના પરિવારના તમામ ખર્ચા કર્યા અને રિયાએ કરોડો રૂપિયા ગુમ કર્યા. રિયા સુશાંતને મેન્ટલ હૉસ્પિટલ મોકલવાની તૈયારીમાં હતી. રિયા ફિલ્મની ઓફર્સ પણ એ જ શરતે હા કરાવતી હતી જેમાં તેને સુશાંતની સાથે હિરોઇનની તક મળે.

જ્યારે સુશાંત કેરળમાં પોતાના મિત્ર મહેશ શેટ્ટીની સાથે ખેતીનું કામ શરૂ કરવાનો હતો પરંતુ રિયાએ તેની પર દબાણ કર્યું હતું. સુશાંતની આત્મહત્યાથી થોડા દિવસ પહેલા રિયા તમામ સામાન સુશાંતના ક્રેડિટ કાર્ડ અને જરૂરી દસ્તાવેજ લઈને ઘરેથી જતી રહી અને સુશાંતનો નંબર પણ બ્લોક કરીને ગઈ હતી. રિયા સુશાંતને ધમકી આપીને ગઇ હતી કે તે ટૂંક સમયમાં મીડિયામાં સુશાંતનો મેડિકલ રિપોર્ટ બતાવશે જેથી મીડિયા સુશાંતને ગાંડો સમજશે અને પછી સુશાંતને કોઈ કામ નહીં આપે. આ વાતને લઈ સુશાંત આત્મહત્યા પહેલા ઘણો પરેશાન હતો અને તેણે પોતાની બહેનને પણ બોલાવી હતી.

2019માં સુશાંતના બેક ખાતામાં 17 કરોડ રૂપિયા હતા પરંતુ થોડા જ મહિનામાં તેના ખાતામાંથી 15 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. આ પૈસા એવા ખાતમાં જમા કરાવાયા હતા જેની સાથે સુશાંતને કોઈ લેવાદેવા ન હતી. એ વાતની તપાસ થવી જોઇએ કે રિયાના ખાતામાં આટલા રૂપિયા ક્યાંથી આવ્યા.

રિયાએ આપી હતી સુશાંતને આત્મહત્યાની દુષ્પ્રેરણા : પિતાનો આક્ષેપ

સુશાંત રાજપૂતના પિતાએ પાટણમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને કહ્યું છે કે રિયાએ સુશાંતને આત્મહત્યા માટેની દુષ્પ્રેરણા આપી હતી. તેમને અય ઘણા આરોપો લગાવી બિહાર પોલીસને આ મામલે તપાસ કરવા અપીલ કરી છે.

રિયા ચક્રવર્તી વિરુદ્ધ FRI દાખલ કરી

દિવંગત અભિનેતના પિતા કેકે સિંહે રિયા ચક્રવર્તી વિરુદ્ધ FRI દાખલ કરી છે. તેમણે આ FRI પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, રિયાએ સુશાંત પાસેથી પૈસા લીધા અને સુસાઈડ કરવા માટે ઉકસાવ્યો છે. IPC ની ધારા 341, 342, 380, 460, 420, 306 ની હેઠળ કેસ દાખલ કર્યો છે.

 97 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર