જીંદગી કા સફર હે યે કૈસા સફર…..કોઇ સમજા નહી કોઇ જાના નહીં…

પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા સ્વ.સુષ્મા સ્વરાજનાં દેહને અંતિમ દર્શન માટે નવી દિલ્હી ખાતે આવેલા બીજેપીના કાર્યાલય ખાતે લઈ જવામાં આવ્યા હતાં.ભાજપ કાર્યાલયમાં પક્ષનાં અનેક નેતોઓ અને કાર્યકરોએ તેમને ભાવંજલિ અર્પી હતી.બીજેપીના કાર્યાલય ખાતેથી જ સુષ્મા અંતિમયાત્રા શરુ થઇ હતી.

દિલ્હીનાં લોધી રોડ પર આવેલા સ્મશાનઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સ્વ.સુષ્માને અંજલિ આપતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંખો અશ્રુભીની થઇ હતી.ભાજપનાં અધ્યક્ષ અમિત શાહ સહિત ભાજપનાં તમામ નેતાઓ અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી