સુષ્મા સ્વરાજને હાર્ટ એટેક આવતા નિધન, દિલ્હીના AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રી રહી ચૂકેલી સુષ્મા સ્વરાજનીનું નિધન થયું છે. હાલત ગંભીર હોવાના કારણે તેમને દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામ આવ્યા છે. સુષ્મા સ્વરાજ ઘણા દિવસોથી બીમાર હતી.

રિપોર્ટ્સના અનુસાર તેમને હાર્ટ અટેક આવ્યા પછી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન એઇમ્સ પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એઈમ્સ પહોંચી ગયા છે. PM મોદીએ ટ્વિટ શોક વ્યક્ત કર્યું છે.

સુષ્મા સ્વરાજે ત્રણ કલાક પહેલા જ આર્ટિકલ 370 હટ્યા પર ટ્વિટ કર્યું હતું. 67 વર્ષીય સુષ્મા સ્વરાજ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રીના પદ પર રહ્યા હતા. સુષ્મા સ્વરાજ વિદેશમાં ફસાયેલા ભારતીયોની મદદ કરવા માટે અને ભારત આવવાનો પ્રયત્ન કરી રહેલા વિદેશીઓની મદદ કરીને સતત ચર્ચામાં રહેતા હતા.

મોદી સરકારના આક્રમક મંત્રીઓમાંથી એક ગણાતા સુષ્મા સ્વરાજે ઘણી વખત આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદના મુદ્દે પાકિસ્તાને આડે હાથે લીધું હતું.

સુષમા સ્વરાજ ભારતીય રાજકારણી અને સુપ્રીમ કોર્ટના વકીલ હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. ઈન્દિરા ગાંધી પછી વિદેશ મંત્રી બનનારાં તેઓ ભારતનાં બીજા મહિલા નેતા હતા. 26 મે, 2014થી 30 મે, 2019 સુધી તેઓ નરેન્દ્ર મોદી સરકારમાં વિદેશ મંત્રી પદે રહ્યા હતા. તેઓ સાંસદ તરીકે 7 વખત ચૂંટાયાં હતાં અને વિધાનસભામાં ત્રણ વખત ચૂંટાયા હતા. 

વર્ષ 1977માં માત્ર 25 વર્ષની વયે તેઓ હરિયાણાના સૌથી યુવાન મંત્રી બન્યાં હતાં. તેઓ 13 ઓક્ટોબર, 1998થી 3 ડિસેમ્બર, 1998 સુધી દિલ્હીના 5મા મુખ્યમંત્રી પણ રહ્યાં હતાં. 

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી