સિંધ પ્રાંતમાં બે હિન્દુ છોકરીનું અપહરણ, વિદેશમંત્રીએ માગ્યો રિપોર્ટ

પાકિસ્તાનના સિંધ પ્રાંતના ગામમાં સગીર વયની બે હિન્દુ છોકરી – રીના અને રવીનાનાં કથિત અપહરણ અને એમનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાયું હોવાના અહેવાલોમાં તપાસ કરવાનો પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને આદેશ આપ્યો છે. તો બીજી તરફ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ આ મામલાને ગંભીરતાથી લઈને પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પાસે મામલાની જાણકારી માંગી છે.

સ્વરાજે આ ઘટના અંગે મીડિયાના રિપોર્ટ્સને સંલગ્ન કરતા ટ્વિટ કરી કે તેમણે પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસને આ મામલે રિપોર્ટ મોકલવા જણાવ્યું છે. આ મામલે અલ્પસંખ્યક સમુદાયે મોટાપાયે પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન કર્યું.

તમને જણાવી દઇએ, હોળીની પૂર્વ સંખ્યા પર 13 વર્ષની રવીના અને 15 વર્ષની રીનાનું કેટલાક લોકોએ ઘોટી જિલ્લા સ્થિત તેમના ઘરેથી અપહરણ કરી લીધુ હતું. અપહરણ બાદ એક વીડિયો વાઈરલ થયો જેમાં મૌલવી બંને યુવતીઓના નિકાહ કરાવતા જોવા મળી રહ્યાં છે. ત્યારબાદ વધુ એક વીડિયો સામે આવ્યો જેમાં છોકરીઓ ઈસ્લામ અપનાવવાનો દાવો કરતી કહે છે કે તેમની સાથે કોઈએ જબરદસ્તી કરી નથી.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં જબરદસ્તી ધર્માંતરણની આ કોઇ પહેલી ઘટના નથી. આ પહેલા પણ સિંધ પ્રાંતમાં રહેતા પાકિસ્તાની હિન્દુઓને ઉત્પીડિત કરવાની ઘટનાઓ સામે આવી હતી. 2018માં ચૂંટણી પ્રચાર વખતે પાકિસ્તાનના હાલના વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનમાં હિન્દુઓની રક્ષા માટે વાયદો કર્યો હતો.

 94 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી