રાહુલ પોતાની ભાષા પર લગામ રાખે, ‘અડવાણી અમારા પિતા તુલ્ય’: સુષ્મા સ્વરાજ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના અડવણીવાળા નિવેદન પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ખરીખોટી સંભળાવી છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કહ્યું છે કે, રાહુલને પોતાની ભાષાની મર્યાદાને ધ્યાનમાં રાખવી જોઇએ. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તેમના ગુરૂ લાલ કૃષ્ણ અડવાણીને જૂતા મારીને સ્ટેજ પરથી નીચે ઉતારી દીધા, તેમના આ નિવેદન પર સુષમા સ્વરાજે આલોચના કરી છે.

સુષ્મા સ્વરાજે ટ્વિટ કરી રાહુલ ગાંધી પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાહુલના નિવેદનથી તેઓ આહત થયાં છે અને તેમણે પોતાની ભાષાની મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ.

સુષમા સ્વરાજે ટ્વિટ કરીને કહ્યું કે, ‘રાહુલ જી, અડવાણીજી અમારા પિતા તુલ્ય છે. તમારા નિવેદનથી અમે ઘણાં જ દુખી થયા છે. કૃપયા ભાષાની મર્યાદા રાખવાનો પ્રયત્ન કરે.’

 117 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી