સાબરમતીમાં યુવકનું શંકાસ્પદ મોત, પ્રેમિકાના ઘરે પ્રેમીની હત્યા કે આત્મહત્યા ?

પ્રેમિકાના ઘરે યુવકની લટકતી હાલતમાં મળી લાશ

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં એક યુવકનું શંસ્કાસ્પદ મોતની ઘટના સામે આવી છે. જેમાં પ્રાથમિક તપસામાં યુવકે પ્રેમિકાના ઘરે જઈ ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન પણ મળી આવ્યા હતા. જેથી યુવકના મોત મામલે શંકા ઉભી થઇ છે. ત્યારે પોલીસે યુવકની લાશને પીએમ માટે મોકલી આપી છે.

સાબરમતી વિસ્તારમાં રહેતો 18 વર્ષીય સેલવાસ નલનાગમ બુધવાર સાંજે કાળીગામ પાસે દિગ્વિજય સિમેન્ટ ફેકટરી પાસે આવેલા મકાનમાં રહેતી પ્રેમિકાના ઘરે ગયો હતો. યુવકે યુવતી સાથે લગ્ન કરવાની વાત તેના પરિવારજનો સાથે કરી હતી. જો કે પરિવારજનોને બંનેનો પ્રેમસંબંધ મંજૂર ન હતો જેથી તેઓએ લગ્ન કરાવવાની ના પાડી હતી. જો કે યુવક પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગતો હતો. પરિવારજનોએ તેને ઘરમાંથી જતા રહેવા કહેતા પાછળના રૂમ તરફ ગયો હતો. દરમિયાનમાં પાછળના રૂમમાં થોડીવાર બાદ જતાં રૂમમાં યુવક ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતાં સાબરમતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

તો બીજી તરફ પરિવારજનોએ આપઘાતની ઘટનાને નકારી છે. યુવકની હત્યા કરી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતા યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન હતા. પોલીસનું કહેવું છે કે, યુવકના મોત મામલે આકસ્મિક મોત નોંધવામાં આવ્યું છે. યુવકની હત્યા થઈ છે કે આત્મહત્યા તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ રીતે જાણવા મળશે.

નોંધનિય છે કે, યુવક યુવતીના ઘરે ગયો હતો. જ્યાં તેનું આકસ્મિક મોત થયું છે. ત્યારે આ આકસ્મિક મોત સવાલો ઉભા થયા છે. એક તરફ આપઘાતનું ચિત્ર રજૂ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો શું ખરેખર યુવકે આપઘાત કર્યો છે કે પછી હત્યા કરીને લાશ લટકાવી દીધી છે…? હવે પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકિકત સામે આવશે…

 14 ,  1