મુન્દ્રા પોલીસ મથકમાં પૂછપરછ દરમિયાન યુવાનનું શંકાસ્પદ મોત

યુવકનું મોત થતા પોલીસ પર ઉઠયા સવાલ

કચ્છના મુન્દ્રા પોલીસ મથકમાં પૂછપરછ દરમિયાન યુવાનનું શંકાસ્પદ મોત ચર્ચાનો વિષય બન્યો છે. ઘરફોડ ચોરીના કેસમાં શંકાસ્પદ યુવાનની પૂછપરછ દરમિયાન મોત નીપજ્યું હતું. પૂછપરછ દરમિયાન છાતીમાં દુખાવા બાદ મોત થયું હતું.

આ ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાનના સમાજ દ્વારા પોલીસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. પોલીસે યુવાનને ગોંધી રાખી હત્યા નિપજાવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ યુવકનું મૃત્યુ થતાં મુન્દ્રા પોલીસના 3 પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાઇ છે. શક્તિસિંહ ગોહિલ, અશોક કનાડ, જયદીપસિંહ ઝાલા સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 બીજી તરફ વાયુવેગે આ સમાચાર વહેતા થતાં કચ્છી ચારણ ગઢવી સમાજમાં પણ ખળભળાટ સાથે તીવ્ર પ્રત્યાઘાત પડયા છે. અખિલ કચ્છ ચારણ ગઢવી સમાજના પ્રમુખ અને રિટાયર પોલીસ અધિકારી એવા વી.કે. ગઢવી સહિતના ગઢવી સમાજના આગેવાનો મુન્દ્રા દોડી ગયા છે અને પોલીસ સામે ઉગ્ર રોષ વ્યક્ત કરીને આ યુવાનનું મોત થયા હોવાનું જણાવીને જવાબદારો સામે પગલા લેવાની માગણી કરી છે એટલું જ નહીં પરંતુ અખિલ કચ્છ ચારણ ગઢવી સમાજ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે પગલાં ન લેવાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી અપાઇ છે આ અંગે અખિલ કચ્છ ચારણ ગઢવી સમાજના અધ્યક્ષ તરીકે ગઢવી ચારણ સમાજ જોગ સંદેશો પણ જારી કર્યો છે.

 67 ,  1