September 18, 2021
September 18, 2021

માનચેસ્ટર મેચ રદ્દના પગલે શ્રેણી વિજેતા પર સસ્પેન્સ

ECBએ કહ્યું, ઈંગ્લેન્ડને વિજય જાહેર કરો; BCCIએ કહ્યું, આવું ન ચાલે

ક્રિકેટ પ્રેમીઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેનચેસ્ટરમાં યોજાનારી આજે શ્રેણીની પાંચમી અંતિમ ટેસ્ટ મેચ રદ્દ કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા પર કોરોના વાયરસના વધતા કેસનો પગલે મુકાબલને રદ્દ કરવામાં આવ્યો છે. આ અગાઉ મેચને એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી પરંતુ હવે ટેસ્ટ મેચને રદ્દ કરવામાં આવતા મોટો સવાલ સર્જાયો છે.

ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે (ઈસીબી) કહે છે કે, ભારતીય ટીમના કારણે મેચ રદ્દ કરવામાં આવી છે તો ઈંગ્લેન્ડને વિજય ઘોષિત જાહેર કરવામાં આવે જોકે, જોકે BCCIએ આ અંગે સ્પષ્ટપણે ના પાડી દીધી છે. પરિણામે સીરીઝ 2-2 બરાબર થઈ જશે.

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી બાદ ટીમ ઈન્ડિયાની ખુબ નજીક સંપર્ક ધરાવતા આસીસ્ટન્ટ ફિઝિયો યોગેશ પરમારનો કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવતા ભારે ચિંતાનું વાતાવરણ ફેલાયું હતું અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ટેસ્ટમાં સંકટના વાદળો ઘેરાયા હતા. જોકે, હવે પાંચમી અને આખરી ટેસ્ટ અંતે આજે રમાશે. અગાઉ ભારતીય કેમ્પમાં કોરોના વધતાં પાંચમી અને આખરી તેમજ નિર્ણાયક ટેસ્ટ મેચ ન રમાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, ભારતના તમામ ક્રિકેટરોનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવતાં બીસીસીઆઇએ રાહતનો શ્વાસ લીધો હતો.

એવું માનવામાં આવે છે કે જ્યારે ટીમ ઈન્ડિયા આવતા વર્ષે મર્યાદિત ઓવરોની શ્રેણી માટે ઈંગ્લેન્ડ જશે, ત્યારે તે દરમિયાન પાંચમી ટેસ્ટ રમાશે. પીટીઆઈએ બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને કહ્યું કે ભારતે ટેસ્ટ શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ પછી રમી શકાય છે.

નોંધનીય છે કે, ઈંગ્લેન્ડ હાલ શ્રેણીમાં ૧-૨થી પાછળ છે અને જો આખરી ટેસ્ટ ન રમાય તો તેઓ શ્રેણી હારી જાય તેમ છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઈંગ્લેન્ડ બોર્ડે બીસીસીઆઇએ જણાવ્યું હતુ કે, તમારા કેમ્પમાં કોરોનાના કેસો હોવાથી તમે આખરી ટેસ્ટ ફોરફિટ કરી દો. એટલે શ્રેણી ૨-૨થી ડ્રો થઈ જાય. જોકે બીસીસીઆઇએ આ માગનો સ્વીકાર કર્યો નહતો.

 142 ,  1