સ્વીડન: વિમાન અકસ્માતમાં પાયલોટ સહિત 8 સ્કાયડાઈવર્સના મોત

ઓરેબ્રો એરપોર્ટ પાસે સ્ટોકહોમથી 160 કિમી પશ્ચિમમાં દુર્ઘટનાગ્રસ્ત

સ્વીડનના ઓરેબ્રો શહેરમાં એક વિમાન અકસ્માત થયો જેમાં પાયલોટ અને 8 સ્કાયડાઈવર્સ સવાર હતા. અકસ્માતમાં તમામ 8 સ્કાયડાઈવર્સ અને પાયલોટનું મોત થયું છે.

સ્વીડનના જોઈન્ટ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (જેઆરસીસી)ના કહેવા પ્રમાણે તે એક નાનું પ્રોપેલર વિમાન હતું જે ઓરેબ્રો એરપોર્ટ પાસે સ્ટોકહોમથી 160 કિમી પશ્ચિમમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

જેઆરસીસીના કહેવા પ્રમાણે તેમને આ વિમાન રનવે પર મળી આવ્યું હતું અને તે ઉડાન ભરતી વખતે દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. વિમાનમાં કુલ 9 લોકો સવાર હતા.

પોલીસ પ્રવક્તા લાર્સ હેડેલિને જણાવ્યું કે, તેમાં અનેક લોકોના મોત થયા છે, જોકે તેમણે ચોક્કસ આંકડો જણાવ્યો નથી. એટલું જ નહી તેમણે ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવી હોવાની માહિતી પણ આપી હતી.

2019માં પણ ઉત્તર પૂર્વ સ્વીડનના યૂમીયા શહેરમાં આ પ્રકારનું એક વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું જેમાં 9 લોકોના મોત થયા હતા.

 10 ,  1