ગુજરાતી સહીત ૫૦ ઉદ્યોગપતિઓના સ્વિસ બેંકમાં ખાતાં, નામો આવ્યાં બહાર

વિદેશની બેન્કોમાં ભારતીયોના કાળા નાણા અંગેનો વિવાદ ચાલી રહ્યો છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે વિદેશથી તમામ કાળું નાણું લાવવાનું વચન આપ્યું હતું, તાજેતરમાં સ્વિસ બેંક કે જે મોટા મોટા ઉદ્યોગપતિઓ અને બે નંબરીઓના કાળા નાણા માટે આદર્શ બેંક ગણાય છે તે બેંક દ્વારા ભારતના ૫૦ ઉદ્યોગપતિઓ કે બિઝનેસમેનના નામો જાહેર કરાયા છે જેમાં ગુજરાતી ઉદ્યોગપતિઓના પણ નામ છે

સ્વિસ અધિકારીઓએ ખાતાધારકોને સ્પષ્ટતા કરવા માટે નોટિસ પણ ફટકારી છે. જેમાંથી મોટા ભાગે કોલકાતા, મુંબઈ, ગુજરાત અને બેંગલુરુના છે. સામાન્ય રીતે આવા કેસમાં જવાબ માટે 30 દિવસની મુદત આપવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં 100થી વધારે ભારતીય ખાતાધારકોના નામ સામે આવી ચુક્યા છે.

સ્વિસ સરકારના ફેડરલ ગેજેટમાં કૃષ્ણ ભગવાન રામચંદ્ર, પોતલુપી રાજામોહન રાવ, કલ્પેશ હર્ષદ, કુલદીપ ધીંગડા, ભાસ્કરન નલિનિ, લલિતાબેન ચિમનભાઈ, સંજય ડાલમિયા, પંકજ કુમાર સારાઓગી, અનિલ ભારદ્વાજ , થરાની રેનૂ ટીકમદાસ, મહેશ ટીકમદાસ થરાની, સવાની વિજય કન્હૈયાલાલ, ભાસ્કરન થરુર, કલ્પેશ ભાઈ પટેલ, અજોય કુમાર, દિનેશ કુમાર, રતન સિંહ ચૌધરી અને કઠૌતિયા રાકેશ કુમારના નામ સામેલ છે.

સ્વિસ બેંકના ઘણા ખાતાઓમાં ભારતીય ખાતાધારકોના ફક્ત ઈનીશિયલ્સ છે. જેમાં NSA,MMA, PAS,RAS,ABKI,MLA,ADS,RPN,MCS, JNV,JD,AD,YA, DM, SLS, UL, SS,RN, VL, OPL, PM, PKK, BLS, SKN, અને JKG સામેલ છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી