PNB કૌભાંડ: ભાગેડુ નીરવ મોદીને મોટો ઝાટકો, સ્વિસ બેંકે 4 ખાતા સીઝ કર્યા

પંજાબ નેશનલ બેન્ક(PNB)કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી પર એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીઓએ આ મામલામાં નીરવ મોદી અને તેની બહેન પૂર્વી મોદી સાથે જોડાયેલા ચાર બેંક ખાતાના સ્વિત્ઝરલેન્ડમાં સીઝ કર્યા છે.

તેમના ચાર બેંક એકાઉન્ટ હતા જેમાં લગભગ 283 કરોડ રૂપિયા જમા થયેલા હતા. EDએ આ મામલે સ્વિસ અધિકારીઓને વિનંતી કરી હતી કે આ પૈસા ભારતીય બેંકો પાસેથી ખોટી રીતે લેવામાં આવ્યા હોવાન કારણે એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવે.

આ મામલામાં સ્વિસ બેંકે એક રીલીઝ પણ જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની માંગને ધ્યાનમાં રાખીને નીરવ અને પૂર્વી મોદીનાં ચાર ખાતા સીઝ કરવામાં આવ્યાં છે.

આ કેસમાં આ બીજી મોટી સફળતા છે. આ પહેલા બુધવારે આ વાત સામે આવી હતી કે કૌભાંડના બીજા આરોપી મેહુલ ચોક્સીનો ભારત પ્રત્યપર્ણનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. એન્ટિગુઆનાના વડાપ્રધાને નિવેદન આપ્યું હતું કે,અમે મેહુલ ચોકસીની નાગરિકતા રદ કરી રહ્યાં છીએ, હવે તેમની પાસે કોઈ કાયદાકીય રસ્તો વધ્યો નથી.

 11 ,  1