હિંદુ મુસ્લિમ એકતાનું પ્રતિક એટલે સાબરકાંઠા જીલ્લાનું નાનકડું લોલાસણ ગામ

આજે ઠેર ઠેર મોબ લિંચિંગ અને નાતજાતના વાળા જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે કોઈ અલગ જ માટી માંથી કંડારેલું નાનકડું ગામ એટલે હિમતનગર તાલુકાનું લોલાસણ. શાંત અને રમ્ય વાતાવરણમાં આવેલું છતાય સંપૂર્ણ સુવિધાથી સજ્જ એટલે લોલાસણ.

ગામની વસ્તી આશરે 700 ઘરની એટલે કે 2200 થી 2500ની વસ્તી ધરાવતું લોલાસણ ગામ. ગામમાં તમામ વર્ગ એટલે કે સગર, પટેલ, બ્રાહ્મણ, ઠાકોર, અનુસુચિત જાતી, અને જન જાતી, તમામ વર્ગના લોકો અહીં વસે છે. અને સમાજના લોકો ભેગા હાલી મળીને રહે છે. સૌથી મઝાની વાત આખા ગામમાં દાઉદી વોહરા કોમનું માત્ર એક જ મકાન આવેલું છે. અને છેલ્લા 10 વર્ષથી ગામના સરપંચ તરીકે આ એક જ ઘરના સભ્યો ચૂંટાઈ આવે છે.

અગાઉ ગામના સરપંચ તરીકે ઝેહરાબેન દારૂવાલા હતા. જયારે હાલમાં ગામના સરપંચ તરીકે તેમના ભાઈ બુરહાની ભાઈ દારૂવાલા છે અને ઝેહરાબેન દારૂવાલા અત્યારે ડે. સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. સગવડની વાત કરીએ તો સ્વચ્છતા અભિયાન અનુસંધાને ઝેહરાબેનને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે સ્વચ્છ ગામનો પુરસ્કાર મળેલ છે.

આ ઉપરાંત ગામમાં રાજીવ ગાંધી ભવન, સહકારી મંડળી, પ્રાથમિક શાળાનું પાકું નવીન મકાન, પાકા રસ્તા વિગેરે પાયાની જરૂરીયાત અગ્રતાક્રમેં કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સેગ્રીગ્રેશનશેડ પણ બનાવવામાં આવ્યો છે. જ્યાં ઘન કચરાના નિકાલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી