AUS Vs NZ FINAL : ઓસ્ટ્રેલિયા પ્રથમવાર T-20 વર્લ્ડ ચેમ્પિયન

ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને રચ્યો ઈતિહાસ

T-20 વર્લ્ડ કપમાં આજે રવિવારે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં ન્યૂઝીલેન્ડ ટોય હારતા પ્રથમ બેટિગ કરતા 20 ઓવરમાં 172 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 173 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી બાદમાં ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે બાજી સંભાળતા આક્રમક બેટિંગ કરતા મેચ પોતાની જોળીમાં લઈ ગયા હતા. પરિણામે ઓસ્ટ્રેલિયા પ્રથમવાર T-20 વર્લ્ડકપમાં વિશ્વ ચેમ્પિયન છે.

ટોસ હાર્યા પછી ન્યૂઝીલેન્ડની શરૂઆત સતર્ક રહી હતી. પહેલી વિકેટ માટે ડેરિલ મિચેલ અને માર્ટિન ગપ્ટિલ વચ્ચે 23 બોલમાં 28 રન કર્યા હતા. તેવામાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે મિચેલ (11 રન)ને આઉટ કરી આ પાર્ટનરશિપ તોડી હતી. ઉલ્લેખનીય છે કે પહેલી વિકેટ પછી કીવી ટીમ ધીમી બેટિંગ કરતી જોવા મળી હતી. તેવામાં આક્રમક શોટ રમવા જતા માર્ટિન ગપ્ટિલ 28 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.

11મી ઓવરમાં કીવી ટીમના કેપ્ટન કેન વિલિયમ્સનનો કેચ છૂટ્યો હતો. ત્યારપછી તેને 3 ચોગ્ગા માર્યા હતા. કેપ્ટન કેન વિલિયમ્સને 31 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી હતી. તેણે મેક્સવેલની ઓવરમાં સિક્સ મારી ફિફ્ટી ફટકારી હતી. ત્યારપછી કેન વિલિયમ્સન આક્રમક બેટિંગ કરતા 85 રન ફટકાર્યા હતા.

નોંધનીય છે કે, આ પહેલા બન્ને ટીમો 2015ના વનડે વર્લ્ડકપમાં ફાઇનલમાં આમને સામને થઇ હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને પરાજય આપીને વનડે વર્લ્ડકપમાં પાંચમી વાર ચેમ્પિયન બન્યુ હતું જ્યારે 2015 અને 2019ના વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડની ટીમ રનરઅપ રહી હતી.

 19 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી