T-20 WC : ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વચ્ચે રવિવારે ફાઈનલ જંગ

પાકિસ્તાનને કચડી ઓસ્ટ્રેલિયાની ફાઈનલમાં દિલધડક એન્ટ્રી

T-20 વિશ્વકપનાં બીજા સેમી ફાઈનલમાં પાકિસ્તાનને કચડી નાખી ઓસ્ટ્રેલીયા ફાઈનલમાં પહોચ્યું છે મેથ્યુ વેડએ 19 મી ઓવરમાં શાહીન આફ્રિદીની ઓવરના છેલ્લા ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકારી ટીમને હારેલી બીજી જીતાડી દીધી હતી. વેડ માત્ર 17 બોલમાં 41 રન અને સ્ટોયનીસ 31 બોલમાં 40 રને અણનમ રહ્યા હતા. બીજા સેમી ફાઈનલમાં 19 ઓવર્સ સુધી પાકિસ્તાન હાવી રહ્યું હતું. પરંતુ મેથ્યુ વેડ એ આ જ ઓવરમાં ત્રણ છગ્ગા ફટકારી ઓસ્ટ્રેલીયાને ભવ્ય જીત અપાવી હતી. હવે,T-20 વિશ્વકપની ફાઈનલમાં બે પરમ્પરાગત હરીફ ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ સામસામે રવિવારે ટકરાશે.

આજે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બીજી સેમી ફાઇનલ મહત્વની સાબિત થઈ હતી. કારણ કે આ મેચ જીતનાર ટીમ ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. બંને ટીમો મજબૂત હોવાથી રસાકસીભરી મેચ થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પાકિસ્તાનને બેટિંગ આપી હતી. પાકિસ્તાની ઓપનર્સે જોરદાર ફૉર્મ યથાવત રાખતા સારી શરૂઆત ટીમને અપાવી હતી. ત્યાર બાદ ઝમાને પણ જોરદાર ફિનિશ કરતાં ફિફ્ટી ફટકારતાં ઓસ્ટ્રેલિયા સામે જંગી સ્કોર ખડો કર્યો હતો.પરંતુ આખરે ઓસ્ટ્રેલિયાએ બાજી મારી હતી.

સેમી ફાઇનલ જેવી હાઇ ટેન્શન મેચમાં 177 રનનો ટાર્ગેટ પ્રથમ બેટિંગ કરીને આપવો એ પાકિસ્તાન માટે મોટી વાત સાબિત થઈ હતી. ટોસ હારીને પહેલા બેટિંગ માટે ઉતરેલી પાકિસ્તાને નિર્ધારત 20 ઓવરમાં ચાર વિકેટના નુકશાન પર 176 રન બનાવ્યાં હતા. ઓપનર મોહમ્મદ રિઝવાને સૌથી વધારે 67 રન કર્યાં હતા તો ફખર જમાં 55 રન પર અણનમ રહ્યો હતો. કેપ્ટન બાબર આઝમે પણ 39 રનનું યોગદાન આપ્યું હતું. પણ ઓસ્ટ્રેલિયાએ 177 રનનો ટાર્ગેટ પૂરો કરી ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી