T-20 WC : પાકિસ્તાનનો વિજય સાથે પ્રારંભ

T-20 વિશ્વકપમાં ભારતની ખરાબ શરૂઆત

આજે રવિવારે ICC T-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને છે. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટૉસ જીતીને પગલે ભારતે પ્રથમ બેટિંગ આમંત્રણ આપ્યું હતું પરિણામે ભારતે શરૂઆત ખરાબ કરતા 20 ઓવરમાં અંતે 7 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા છે. જેના જવાબમાં પાકિસ્તાની બેટર્સની સારી શરૂઆત રહી હતી. પાકિસ્તાને વિના વિકટે 100 રનની ભાગીદારી કરી લીધી છે જેના પગલે ભારત તરફથી મેચ ધીમે ધીમે સરકી રહી છે. પાકિસ્તાનના બંન્ને ઓપનર બેટરે ફિફ્ટી ફટકારી રમી રહ્યા છે અને વિના વિકટે વિજય મેળવ્યો છે.

નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયાની શરૂઆતી ઘબકડા પછી સુકાની વિરાટ કોહલીએ 57 રનની કેપ્ટન ઈનિંગ રમી હતી.જ્યારે રિશભ પંતે ચોગ્ગા અને બે સિક્સર ફટકારીને 39 રન કર્યા હતા.

T-20 વર્લ્ડકપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન જેવા કટ્ટર હરીફ ટીમ સામે ઈન્ડિયાના ઓપનર્સ ઓછા રનમાં આઉટ થવાના કારણે ઘણા સવાલો ઉભા થયા છે. સૌથી મોટો પ્રશ્ન રોહિત શર્મા અને કેએલ રાહુલને આઉટ કરનારા પાકિસ્તાનના યુવા પેસર શાહીન આફ્રિદીની બોલિંગને સમજી ન શકવાનો છે. બંને લેજન્ડરી બેટ્સમેનોના આઉટ થવાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેઓ ‘હોમવર્ક’ કર્યા વગર આફ્રિદીની બોલિંગ સામે રમવા ઉતર્યા હતાં.

અત્યાર સુધી ટી20 વિશ્વકપમાં પાકિસ્તાન ક્યારેય ભારતને હરાવી શક્યું નથી. બંને ટીમો વચ્ચે પાંચ મુકાબલા રમાયા છે, જેમાં ભારતનો વિજય થયો છે. આજે બંને ટીમ જીત મેળવીને પોતાના અભિયાનની શરૂઆત કરવા ઈચ્છશે.

ઉલ્લેખનીય છે કે સ્ટાર ક્રિકેટર્સથી સજ્જ બંને ટીમો જીત સાથે ટૂર્નામેન્ટનો શુભારંભ કરવા ઈચ્છશે. આ ઐતિહાસિક મેચ પૂર્વે બંને ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર્સ પણ પોત-પોતાના નિવેદનો પણ આપી રહ્યા હતા. વળી વિરાટે પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનની ટીમને હળવાશથી ન લેવા ટકોર કરતા આ મેચ બંને ટીમ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી.

પાકિસ્તાન પ્લેઈંગ ઈલેવન: બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, આસિફ અલી, શાદાબ ખાન, ઈમાદ વસીમ, હસન અલી, શાહીન આફ્રિદી, હરીશ રઉફ.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી