T-20 વર્લ્ડકપ 2022નો રોમાંચ આ તારીખથી થશે શરૂ

ઓસ્ટ્રેલિયાના 7 શહેરોમાં રમાશે 45 મેચ, ICCએ કરી જાહેરાત

T20 World Cup 2021નો માહોલ હજી ઠંડો થયો નથી કે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 World Cup 2022ના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. ICCએ ઓસ્ટ્રેલિયાના સાત શહેરોના નામને મંજૂરી આપી દીધી છે. ટૂર્નામેન્ટ 16 ઓક્ટોબરથી શરૂ થશે અને ફાઈનલ મેચ 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાશે. આ વર્લ્ડ કપની તમામ 45 મેચો એડિલેડ, બ્રિસ્બેન, જીલોંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડનીમાં રમાશે. પ્રથમ સેમિફાઈનલ મેચ 9 નવેમ્બરે સિડનીમાં અને બીજી સેમિફાઈનલ 10 નવેમ્બરે એડિલેડમાં રમાશે.

ન્યૂઝીલેન્ડ, ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા આ તમામ ટીમો સુપર-12માં પહોંચી ચૂકી છે. બીજી તરફ, નામીબિયા, સ્કોટલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાએ સુપર-12માં સ્થાન મેળવવા માટે ક્વોલિફાયર રાઉન્ડમાં અન્ય ચાર ટીમો સામે પોતાની મેચ જીતવી પડશે.

ઓસ્ટ્રેલિયા ટ્રોફી જીતવા ટોચની દાવેદાર
આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે અને સતત બીજી વખત ટ્રોફી જીતવાની પ્રબળ દાવેદાર હશે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ વખત UAEમાં T20 વર્લ્ડ કપ જીત્યો છે. હવે તેમના હોમ ગ્રાઉન્ડ પર તેમનો જુસ્સો વધુ ઉંચો રહેશે. સાથે જ તેમના માટે પરિસ્થિતિઓ પણ અનુકૂળ રહેશે. તો વળી, ICC ટૂર્નામેન્ટમાં કાંગારૂ ટીમનો રેકોર્ડ ઘણો સારો છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા બાકીની ટીમો માટે મોટો પડકાર હશે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી