T-20 World Cup : આ દેખે જરા કિસમે કિતના હૈ દમ, દે ધનાધન

બેટીંગની ફટકાબાજી, રનોનો ઢગલો અને બોલિંગની ભરમાર…

ટી-૨૦ વર્લ્ડકપની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ભારતીય સમય પ્રમાણે બપોરે ૩-૩૦થી પ્રારંભ થશે. અબુ ધાબીમાં વર્લ્ડકપનો પ્રારંભ કરતી મેચ રમનાર આ બંને ટીમ હાલ એક જમાનામાં તેઓની જે ધાક હતી તેમાંથી વિપરીત બહુ જ ઓછા સ્ટાર મનાતા ખેલાડીઓ સાથે ઉતરશે. ઓસ્ટ્રેલિયાનો ઓપનર વોર્નર આઈપીએલમાં તો હૈદ્રાબાદના કેપ્ટન અને ખેલાડી તરીકે જ નાલેશીજનક રીતે હકાલપટ્ટી પામ્યો હતો. તે વર્લ્ડકપ અગાઉની બંને પ્રેકટિસ મેચમાં ૦ અને ૧ રન બનાવી ફલોપ રહેતા જેનાથી ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બનવાની યોજના ઘડતું હતું તેને જ ટીમમાં સ્થાન આપવું કે કેમ તેની ચિંતા કરી રહ્યું છે.

બે વખતની ટી-૨૦ વર્લ્ડ કપ ચેમ્પિયન વેસ્ટ ઇંડિઝ આવતીકાલે ગુ્પ 1ની મેચમાં સાંજે ૭.૩૦થી ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ઈંગ્લેન્ડ આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બનવાની દાવેદાર મનાય છે. વેસ્ટ ઇંડિઝ પાસે ટી-૨૦ ફોરમેટના પાવર પેક વિસ્ફોટક બેટ્સમેન છે પણ તેઓની રમત સાત્યતાસભર નથી. પ્રેકટિસ મેચમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સામે તેઓ હારી ગયા હતા. વેસ્ટ ઇંડિઝ લેવિસ, સિમોન્સ, હેતમાયર, પૂરણ, પોલાર્ડ જેવા ધમાકેદાર બેટ્સમન ધરાવે છે. કેરેબિયન પ્રિમિયર લીગમાં ૯ ઈનિંગમાં ૧૬૫ રનજ નોંધાવી શકનાર ગેલનો સમાવેશ કરવો કે નહીં તેવી મૂંઝવણ વિન્ડિઝ ટીમ મેનેજમેન્ટ અનુભવે છે. ઓલરાઉન્ડર રસેલની ફિટનેસ પણ એક સમસ્યા છે.

ગ્રુપ-1: ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, નામિબિયા

ગ્રુપ -2: ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ, બાંગ્લાદેશ

ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ

24 ઓકટોબર ભારત-પાકિસ્તાન (દુબઈ, સાંજે 7.30 વાગે)

31 ઓકટોબર ભારત-ન્યુઝીલેન્ડ (દુબઈ, સાંજે 7.30 વાગે)

3 નવેમ્બર ભારત-અફઘાનિસ્તાન (અબુ ધાબી, સાંજે 7.30 વાગે)

5 નવેમ્બર ભારત-સ્કોટલેન્ડ (દુબઈ, સાંજે 7.30 વાગે)

8 નવેમ્બર ભારત-નામીબિયા (દુબઈ, સાંજે 7.30 વાગે)

સેમીફાઇનલ અને ફાઇનલ શેડ્યૂલ

10 નવેમ્બર: પ્રથમ સેમિફાઇનલ

11 નવેમ્બર: બીજી સેમિફાઇનલ

14 નવેમ્બર: ફાઇનલ

15 નવેમ્બર: ફાઇનલ માટે રિઝર્વ દિવસ

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી