T-2O WC : ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં ‘મહાસંગ્રામ’

દેશભરના ચાહકોને સાંજના 7.30નો બેતાબીથી ઈંતેજાર….

આજે રવિવારે ટી-20 વર્લ્ડ કપમાં એશિયાના બે કટ્ટર હરિફ ભારત-પાકિસ્તાનના ખેલાનારા મહા મુકાબલા પર સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકોની મીટ મંડાઈ રહી છે. બંને દેશો વચ્ચેનો ક્રિકેટના મેદના પરનો મુકાબલો બંને દેશોના ચાહકો માટે તો યુદ્ધ જેવા માહોલ સર્જતો હોય છે. આ મેચ દુબઈ સ્ટેડિયમમાં સાંજે ભારતીય સમય પ્રમાણે 7:30 થી રમાશે. ટોસ તેના અડધા કલાક પહેલા સાંજે 7 વાગ્યે યોજાશે.

કાશ્મીર સરહદે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અને પરપ્રાંતિય શ્રમિકોની હત્યા અને દેશના કેટલાક નેતાઓ અને નાગરિકોના વિરોધ તેમજ નારાજગી વચ્ચે આજે ટી-20 વર્લ્ડ કપની સૌથી રોમાંચક અને મેગા મુકાબલા સમાન મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. વિશ્વમાં જયાં જયાં ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો વસતા હશે ત્યાં અત્યારથી જ તેઓના દિલની ધડકન વધવાની શરૂ થઈ ચૂકી છે.

અત્યાર સુધી પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભારતને હરાવી શક્યું નથી, પછી તે વનડે વર્લ્ડ કપ હોય કે ટી-20 વર્લ્ડ કપ. આવી સ્થિતિમાં પાકિસ્તાનના વર્તમાન કેપ્ટન બાબર આઝમ પાસે આ શરમજનક રેકોર્ડને પાછળ છોડવાની તક છે. જો પાકિસ્તાનની ટીમ જીતશે તો બાબર ભારતને હરાવનાર પાકિસ્તાની ટીમનો પહેલો કેપ્ટન બની જશે. ભારતની વર્તમાન ટીમ આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે સૌથી ફેવરિટ મનાય છે. કેપ્ટન કોહલીની ટીમ પાકિસ્તાન કરતા તો તમામ પાસાઓ અને વિભાગમાં વધુ મજબૂત છે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી