T20 WC : સાંજે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ માટે જંગ

આજે જે ટીમ જીતશે તે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે

T20 વર્લ્ડ કપ 2021ની બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. પાકિસ્તાન બીજી વખત ટાઈટલ જીતવા માટે ફાઇનલમાં જગ્યા બનાવવા મેદાનમાં ઉતરશે ત્યાં બીજી બાજુ ઓસ્ટ્રેલિયા પ્રથમ ટી20 વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યું છે. બંને ટીમ વચ્ચે કાંટે કી ટકર જોવા મળશે કારણ કે પાકિસ્તાનની ટીમ સતત પાંચ મેચ જીતીને અજેય ત્યારે ઓસ્ટ્રેલિયાની યોગ્ય સમયે ઝડપ પકડી લીધી છે. નોકઆઉટ મેચોમાં કાંગારૂ ટીમ એકદમ ઘાતક રહે છે. આ મેચ દુબઈના મેદાનમાં રમાશે. 2016માં રમાયેલી સિઝનમાં પાકિસ્તાન પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગયું હતું પરંતુ આ વખતે બાબર આઝમની કેપ્ટનશીપમાં કહાની બદલાઈ ગઈ છે. તેણે ભારત, ન્યુઝીલેન્ડ જેવી ટીમોને હરાવીને સતત પાંચ મેચ જીતી છે.

આઇસીસી ટી20 વર્લ્ડકપમાં આજે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિ ફાઇનલ મેચ રમાશે, પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને ન્યૂઝીલેન્ડની ટીમે ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે બીજી ટીમ માટે આજે જંગ જામશે, એકબાજુ ટી20 વર્લ્ડકપમાં અજેય રહેલી પાકિસ્તાનની ટીમ છે, તો બીજી બાજુ ફૂલ ફોર્મમાં આવી ગયેલી ઓસ્ટ્રેલિયન ટીમ છે. બન્ને ટીમો મજબૂત છે. પરંતુ રિઝલ્ટ આવ્યા બાદ જ નક્કી થશે કે ફાઇનલમાં કોણ પ્રવેશી શકશે.

ઓસ્ટ્રેલિયા – એરોન ફિન્ચ (કેપ્ટન), એશ્ટન અગર, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મિશેલ સ્વીપ્સન, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા.

પાકિસ્તાન – બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, આસિફ અલી, શોએબ મલિક, મોહમ્મદ હફીઝ, શાદાબ ખાન, હરિસ રઉફ, ઈમાદ વસીમ, હૈદર અલી, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, સરફરાઝ અહેમદ, શાહીન આફ્રિદી અને હસન અલી

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી