T20 WC: પાકિસ્તાને જીતના જશ્નમાં હોશ ગુમાવ્યો

હવામાં ફાયરિંગ કરતા 12 લોકો ઘાયલ

ટી -20 વર્લ્ડ કપમાં ગઈકાલે રવિવારે દુબઈ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતનો કારમો પરાજય થયો હતો. ક્રિકેટ વર્લ્ડ કપમાં ઘણા વર્ષો બાદ પાકિસ્તાન ભારત સામે મેચ જીત્યું હતું. પાકિસ્તાન ઉજવણીના જશ્નમાં હૌશ ખોઈ બેઠું હતું તેમ ઉજવણી કરવાને બદલે હિંસા પર ઉતરી આવ્યા છે. એક તરફ ઇમરાન સરકારના મંત્રીઓ આ જીત પર ઝેર ઓકી રહ્યા છે તો બીજી તરફ કરાચીમાં અલગ અલગ સ્થળોએ થયેલા ફાયરિંગમાં 12 લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર એક સબ ઇન્સ્પેક્ટર પણ હતા.

પાકિસ્તાનના ‘જિયો ન્યૂઝ’ અનુસાર, કરાચીના ઓરંગી ટાઉનના સેક્ટર 4માં અજાણ્યા દિશામાંથી આવતી ગોળીને કારણે બે લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. તે જ સમયે ગુલશન-એ-ઇકબાલ વિસ્તારમાં વિજયની ખુશીમાં હવાઈ ગોળીબાર રોકવા આવેલા અબ્દુલ ગની નામના સબ-ઇન્સ્પેક્ટરને પણ ગોળી વાગી હતી. કરાચીના સચલ ગોથ, ઓરંગી ટાઉન, ન્યુ કરાચી, ગુલશન-એ-ઇકબાલ અને મલીર સહિત ઘણા વિસ્તારોમાં હવાઈ ગોળીબારના અહેવાલો હતા.

આ પહેલા પાકિસ્તાનના આંતરિક મંત્રી શેખ રશીદે પ્રથમ વખત વર્લ્ડ કપમાં ભારત સામેની જીત પર ટિપ્પણી કરી હતી અને ઝેર ઓક્યું હતું. પાકિસ્તાને પ્રથમ ટી20 મેચમાં પ્રથમ મેચમાં દસ વિકેટથી જીત મેળવ્યા બાદ ગૃહમંત્રી શેખ રશીદે રવિવારે કહ્યું કે ભારતીય મુસ્લિમો સહિત વિશ્વના તમામ મુસ્લિમો ઉજવણી કરી રહ્યા છે. ક્રિકેટની રમતને યુદ્ધની રમત તરીકે રજૂ કરતા તેમણે ભારત સામેની આ જીતને સમગ્ર ઇસ્લામની જીત ગણાવી અને સમગ્ર વિશ્વના મુસ્લિમોને ફતાહ મુબારક કહ્યા.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી