T20 World Cup : ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાનના કેપ્ટનને ધમકી…

પાકિસ્તાન ફેન્સે કહ્યું, ‘હારી ગયા તો ઘરે નહીં આવવા દઈએ’

ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ રવિવારથી શરૂ થઈ ગયો છે. 24 ઓક્ટબરે ભારતની મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે.આ મેચને પગલે ક્રિકેટ ચાહકોમાં અત્યારથી ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. બંને દેશના ચાહકોમાં તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. બીજી તરફ પાકિસ્તાની ટીમના એક ચાહકે તો કેપ્ટન બાબર આઝમને ધમકી આપી દીધી છે કે, જો 24 ઓક્ટોબરે પાકિસ્તાન મેચ નહીં જીતે નહીં તો ખેલાડીઓને ઘરે નહીં આવવા દઈએ.

બાબર આઝમે પોતે આ ધમકી ટ્વિટર પર પોસ્ટ કરી છે.બાબર આઝમે સોશિયલ મીડિયા પર પાક ચાહકોને મેચ માટે સપોર્ટ માંગ્યો હતો અને તેના જવાબમાં ચાહકોએ તેને શુભેચ્છાઓ પાઠવી હતી તો એક યુઝરે કહ્યુ હતુ કે, હારી ગયા તો ઘરે નહીં આવવા દઈએ.

ઉલ્લેખનીય છે કે, ટી-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પાંચ મેચ રમાઈ છે અને તમામમાં પાકિસ્તાનને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે.

 69 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી