T20 World Cup : આજથી શરૂ થશે ક્રિકેટનો મહાસંગ્રામ

જાણો અત્યાર સુધી કઈ-કઈ ટીમે આ ટૂર્નામેન્ટ જીતી….

IPL 2021 પૂર્ણ થતા આજથી T-20 વર્લ્ડ કપનો મહાસંગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે. ભારત દ્વારા સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં આજથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 14 નવેમ્બર સુધી ચાલનારા આ મહાકુંભમાં કુલ 16 ટીમો 45 મેચ રમશે ત્યારે કોઈ એક ટીમ ચેમ્પિયન મળી જશે. ભારતીય ટીમ ટુર્નામેન્ટની પ્રથમ સીઝનની વિજેતા હતી, જ્યારે અંતિમ સીઝન 2016 વેસ્ટ ઈન્ડિઝે જીતી હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા એમએસ ધોનીના પરાક્રમનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરશે, ત્યારબાદ અન્ય ટીમો પણ ટ્રોફી જીતવા માટે દાવ લગાવવા તૈયાર છે.

નોંધનીય છે કે, ICCએ કુલ 6 વાર આ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે, જેમાં વેસ્ટઈન્ડિઝે સૌથી વધુ 2 વાર આ ટાઈટલ પોતાને નામ કર્યું છે.જ્યારે ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને શ્રીલંકાએ 1-1 વાર આ ટૂર્નામેન્ટ જીતી છે. આ વર્ષે T-20 વર્લ્ડ કપનું આયોજન પહેલા ભારતમાં કરવાનું હતું, પરંતુ કોરોના મહામારીના પડકાર વચ્ચે BCCIએ આને UAE અને ઓમાનમાં આયોજિત કરવાનો નિર્ણય લીધો છે.

T-20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી. જેનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરાયું હતું. આ વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોનીએ તદ્દન યુવા ટીમને લીડ કરીને ઈન્ડિયાને વિશ્વ વિજેતા બનાવ્યું હતું. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ રનથી હરાવી ટ્રોફી પોતાને નામ કરી હતી. જે મેચમાં ગૌતમ ગંભીરે 75 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. વળી ઈરફાન પઠાણે 16 રન આપી 3 વિકેટ લીધી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચનું ટાઈટલ પણ મળ્યું હતું. વળી આ વર્લ્ડ કપ દરમિયાન શાહિદ આફ્રિદીએ કુલ 91 રન કર્યા હતા અને કુલ 12 વિકેટ પણ લીધી હતી, જેથી તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ કરાયો હતો.

ભારતનું આખું શિડ્યુલ
ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત 24 ઓક્ટોબરે દુબઈમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચથી કરશે. ભારત આગામી 31 ઓક્ટોબરે દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે, ત્યારબાદ ટીમ અફઘાનિસ્તાન સામે 3 નવેમ્બરે અબુધાબીમાં રમશે. ભારત સુપર 12 મેચની બાકીની બે મેચ ગ્રુપ બી (5 નવેમ્બર દુબઈ)ના વિજેતા અને ગ્રુપ એ (8 નવેમ્બર દુબઈ)માંથી બીજા ક્રમની ટીમ સામે રમશે.

કયા ગ્રુપમાં કઈ ટીમ?
ગ્રુપ 1 માં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, A1,B2
ગ્રુપ 2 ભારત, પાકિસ્માંતાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, B1, A2

3 સ્ટેજમાં ટુર્નામેન્ટ
ટુર્નામેન્ટનું આયોજન યુએઈ અને ઓમાનમાં કરવામાં આવી રહ્યું છે અને ત્રણ તબક્કામાં રમાશે. પ્રથમ ક્વોલિફાઇંગ રાઉન્ડ હશે, જ્યાં આઠ ટીમો સ્પર્ધા કરશે. આગામી છ દિવસોમાં આ આઠ ટીમો વચ્ચે 12 મેચો રમાશે, ત્યારબાદ બંને ગ્રુપમાંથી ટોચની ચાર ટીમો આગળના રાઉન્ડમાં આગળ વધશે, જ્યાં વર્લ્ડ રેન્કિંગમાં ટોચની આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. બીજા તબક્કાને સુપર -12 સ્ટેજ નામ આપવામાં આવ્યું છે. સુપર -12 મેચ 23 ઓક્ટોબરથી શરૂ થશે. આ પછી આ 12 માંથી ચાર ટીમો નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કરશે.

કોણે ક્યારે જીત્યું ટાઈટલ?
2007: ભારત
2009: પાકિસ્તાન
2010: ઇંગ્લેન્ડ
2012: વેસ્ટ ઇન્ડીઝ
2014: શ્રીલંકા
2016: વેસ્ટ ઇન્ડીઝ

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી