તાઈવાનમાં ભીષણ ટ્રેન દુર્ઘટના, 36 લોકોના મોત – 72 ઘાયલ

 મુસાફરોથી ભરેલી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ 

તાઇવાનમાં શુક્રવારે મુસાફરોથી ભરેલી રેલ્વે સુરંગની અંદર ઉતરી ગઈ હતી. દુર્ઘટનામાં 36 લોકોના મોત થયા છે જ્યારે 72 લોકો ઘાયલ થયા છે. આ ટ્રેનમાં 350 મુસાફરો સવાર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 36 લોકોનાં મોત નીપજ્યાં છે અને 72 લોકો ઘાયલ થયા છે. આ માહિતી સ્થાનિક અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ કેટલાક લોકોના મૃતદેહ હજુ પણ ટનલની અંદર છે, જેને યુદ્ધના ધોરણે બાહર કાઢવામાં આવી રહ્યા છે, ઘટનાની માહિતી મળતાની સાથે જ બચાવ ટીમ અહીં પહોંચી હતી, જે લોકોને બહાર કાઢવામાં કામ કરી રહી છે. ઓછામાં ઓછા 72 લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે.

આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતકોનો આંક વધી શકે તેમ છે, દુર્ઘટના સમયે ટ્રેનમાં 350 મુસાફરો સવાર હતા. આ ટ્રેન તાઈતુંગની તરફ જઈ રહી હતી. પરંતુ અચાનાક ટ્રેન ટ્રેક પરથી ઉતરી ગઈ, પછી સુંરગની અંદર જ રેલ્વેની ટક્કર દિવાલ સાથે થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે એક સત્તાવાર નિવેદનમાં જણાવાવમાં આવ્યું છે કે પ્રારંભિક રૂપે એવું લાગી રહ્યું છે કે સંખ્યાબંધ લોકોના મોત નિપજ્યા છે.

 76 ,  1