નવેસરથી થશે તલાટી ભરતીની પ્રક્રિયા, વર્ષ 2018-19ની ભરતી પ્રક્રિયા રદ ગણાશે

ફોર્મ ભરાયેલા ઉમેદવારોની ફી 27 સપ્ટેથી 9 ઓક્ટો દરમ્યાન પરત કરાશે

આજે જ ભૂપેન્દ્ર સરકારના મંત્રી બ્રિજેશ મેરાજા દ્વારા પંચાયત વિભાગમાં મોટા પાયે ભરતી કરવાનું એલાન કરી દીધૂ છે. ત્યારે વર્ષ 2018-19ની તલાટીની ભરતી પ્રક્રિયા ફરીથી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. તલાટીની આખી ભરતી પ્રક્રિયા નવેસરથી કરવામાં આવશે તેવી જાહેરાત પંચાયત વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે.

વર્ષ 2018-19ની તલાટીની ભરતી પ્રક્રિયા રદ ગણવામાં આવશે.2018-19મા ભરતી માટે ભરાયેલ ફોર્મમાં ફી પરત કરાશે. જે માટે સમયગાળો પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. 27 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર દરમિયાન ફી પરત કરવામાં આવશે. ઉમેદવારે જે જીલ્લા પંચાયતમાં અરજી કરી હોશે તે જીલ્લા પંચાયતમાંથી ફી પરત મળશે. પણ ઉમેદવાર પાસેથી ફી પર મળી હોવાની પહોંચ મેળવવાની રહેશે. 

7 સેવાઓ માટે 15 હજાર જગાઓ ભરવામાં આવશે

મંત્રી બ્રિજેશ મેરજાએ  જાહેરાત કરી હતી કે આગામી સમયમાં 7 સેવાઓ માટે 15 હજાર જગાઓ ભરવામાં આવશે. અને પંચાયત વિભાગ હસ્તકના વિભાગમાં ભરતી કરાશે. જે અંતર્ગત કુલ 16400 જગ્યા ખાલી પડી છે જેમાં 15000 ભરતી કરવામાં આવશે. 

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી