September 23, 2021
September 23, 2021

પંજશીરની ધરતી પર તાલિબાને પોતાનો ઝંડો ફરકાવ્યો..!

 પંજશીર પણ તાલિબાન સામે હારી ગયું

પંજશીરમાંથી જે તાજા તસ્વીર આવી રહી છે તે દર્શાવે છે કે ત્યાં તાલિબાને કબ્જો જમાવી લીધો છે. તાલિબાને પોતે પણ દાવો કર્યો છે કે તેણે પંજશીરમાં પૂરી રીતે જીત મેળવી છે. કેટલીક તસવીરો પણ આવી છે. જેમાં પંજશીરમાં તાલિબાનનો ઝંડો લગાવેલો છે. બીજી તરફ તાલિબાની પંજશીર ગવર્નર ઓફિસની બહાર ઉભેલા દેખાઈ રહ્યા છે.

પંજશીરમાં પ્રતિકારક દળોના પાયા પર હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનના મીડિયા અહેવાલો અનુસાર, શંકા છે કે આ હુમલાઓ પાકિસ્તાની પાયલોટો દ્વારા કરવામાં આવ્યા હતા. પંજશીરમાં રેઝિસ્ટન્સના પ્રમુખ અગ્રણી નેતા અને દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ જે ઘરમાં રોકાયા હતા એના પર હેલિકોપ્ટર દ્વારા હુમલો કરાયો હતો. આ પછી સાલેહ તાજિકિસ્તાન ગયો. અહેમદ મસૂદ પંજશીરમાં જ સુરક્ષિત જગ્યાએ છે.

તાલિબાનનાં નજીકનાં સૂત્રોનું કહેવું છે કે ટૂંક સમયમાં જ પંજશીરને મસૂદ પરિવારથી સ્વતંત્ર જાહેર કરવામાં આવશે અને હવે તે ઘાટીમાં તાલિબાનનો સંચાલક પણ હશે. અહેમદ મસૂદનો નજીકનો અને પંજશીરનો વડો સાલેહ મોહમ્મદ રેગિસ્તાની પણ આજના તાલિબાન હુમલામાં માર્યા ગયો છે.

અનેક કમાન્ડર માર્યા ગયા

રવિવારે આ લડાઈમાં પંજશીરના મુખ્ય કમાન્ડર માર્યા ગયા છે. જેમાં સૌથી મુખ્ય ફહીમ દશ્તી છે. પત્રકાર રહી ચૂકેલા ફહીમ પંજશીરના પ્રવક્તા પણ હતા. આ ઉપરાંત મસૂદ પરિવાર સાથે જોડાયેલા કમાન્ડ પણ માર્યા ગયા છે. આમાં ગુલ હૈદર ખાન, મુનીબ અમીરી અને જનરલ વૂદાદ શામેલ છે.  અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ જે ઘરમાં રોકાયા છે. તેના પર હેલિકોપ્ટર હુમલો થયો છે. સાલેહને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે.

 12 ,  2