અફઘાન સૈનિકોનું આત્મસમર્પણ છતાં તાલિબાનોએ 22 સૈનિકોને વીંધી નાખ્યા

સૈનિકોઓ કહ્યું ગોળી ન મારો, ગોળી ન મારો જે બાદ ગોળી ધરબી દીધી

અફઘાનિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી તાલિબાને આતંક મચાવ્યો છે. આ સ્થિતિ વચ્ચે વધુ ફરી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એવું જોવા મળી રહ્યું છે કે ગોળીઓ ખતમ થઈ જવાને કારણે અફઘાનિસ્તાની સૈનિકોએ તાલિબાન સામે આત્મસમર્પણ કર્યું તે બાદ પણ આંતકીઓએ તેમને ગોળીથી રહેસી નાખ્યા હતા. કુલ 22 સૈનિકો આ ઘટનામાં શહિદ થયા હોવાનું સામે આવ્યું છે.

અઘાનિસ્તાનના ફરયાબ પ્રાંતના દૌલતાબાદ વિસ્તારમાં 16 જૂનના રોજ આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. તાલિબાનીઓના આંતકને કારણે સરકારે અહીયા અમેરિકાના પ્રશિક્ષિત કામોન્ડોની ટીમ મોકલી હતી. જેથી ત્યા પરિસ્થિતીને કાબૂમાં લઈને ફરી કબ્જો મેળી શકાય. પરંતુ તેમ છતા પરિસ્થિતી કાબૂમાં નથી આવી.

જે અફઘાની સૈનિકોના હથિયાર પૂરા થઈ ગયા હતા, તેમણે મદદ માગી હતી. પરંતુ તેમના સુધી સમયસર મદદ ન પહોચી શકી. આજ પરિસ્થિતીનો ફાયદો ઉઠાવીને તાલીબાનીઓએ તેમને ગોળીઓથી વીંધી કાઢ્યા. વીડિયોમાં એવું સામે આવ્યું છે, કે હથિયારના અભાવને લઈને અફાધાની સૈનિક હાથ ઉઠાવીને જમીન પર બેઠા છે. સાથેજ તેઓ કહી રહ્યા છે અમને ગોળી ન મારો.

 15 ,  1