ગજનવીની કબર પર પહોંચ્યો તાલિબાની નેતા અનસ હક્કાની, સોમનાથ મંદિર તોડવાનો કર્યો ઉલ્લેખ

ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યું – હિન્દુસ્તાન સાચો મિત્ર નથી

અફઘાનિસ્તાનના લોકોએ સમજવું પડશે કે ભારત સાચો મિત્ર નથી – અનસ હક્કાની

અફઘાનિસ્તાનમાં સત્તામાં આવ્યા બાદ તાલિબાને પોતાનો રંગ બતાવવાનો શરુ કરી દીધો છે. તાલિબાન સરકારમાં જોડાયેલા હક્કાની નેટવર્કના વડા અનસ હક્કાનીએ ભારત સામે ઝેર ઓકવાનો શરુ કરી દીધું છે. ભારત પર 17 વખત હુમલો કરનારા મહમુદ ગજનવીની કબર પર મંગળવારે અનસ હક્કાની પહોંચ્યો હતો. અહીં હક્કાનીએ ગર્વ સાથે ભારતમાં સોમનાથ મંદિરની મૂર્તિઓ તોડવાનો ઉલ્લેખ કર્યો હતો. હક્કાની ગજનવીની કબર પર ગયા પછી ટ્વિટ કરીને માહિતી આપી હતી.

 હક્કાનીએ ટ્વીટ કરી, આજે અમે 10મી સદીના મુસ્લિમ યોદ્ધા અને મુઝાહિદ મહમૂદ ગજનવીની દરગાહની મુલાકાત લીધી. ગજનવીએ એક મજબૂત મુસ્લિમ શાસન સ્થાપિત કર્યુ હતુ અને સોમનાથની મૂર્તિ તોડી હતી.

ભારતના 12 જ્યોતિર્લિંગોમાંથી એક સોમનાથ મંદિર પર 1026માં મહમૂદ ગજનવીએ હુમલો કર્યો હતો. કહેવામાં આવે છે કે અરબ યાત્રી અલ બરુનીના પ્રવાસ વૃતાન્તમાં મંદિરનો ઉલ્લેખ જોઈને ગજનવીએ લગભગ 5 હજાર સાથીઓની સાથે આવીને આ મંદિર પર હુમલો કર્યો હતો. તેણે મંદિરની સંપત્તિ પણ લૂંટી લીધી હતી. સોમનાથ મંદિર પર આની પહેલા અને આના પછી પણ અનેક વાર હુમલો થયો અને તેને તોડી નાંખવામાં આવ્યું. પરંતુ દર વખતે તેનું પુનઃ નિર્માણ થયુ. છેલ્લી વાર સરદાર વલ્લભભાઈ પટેલના આદેશ પર આનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતુ. હાલ પીએમ મોદી સોમનાથ મંદિરના અધ્યક્ષ છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી