September 18, 2021
September 18, 2021

તાલિબાનનો નવો રાગ : કહ્યુ – કાશ્મીરના મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો અધિકાર

કાશ્મીર મુદ્દે તાલિબાનના પ્રવક્તાનું નિવેદન 

અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને કાશ્મીર અંગે મોટું નિવેદન આપ્યું છે. તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને કહ્યું છે કે અમને કાશ્મીરના મુસ્લિમો માટે પણ અવાજ ઉઠાવવાનો અધિકાર છે. એવી અટકળો ચાલી રહી છે કે પાકિસ્તાન તાલિબાનના ઉદયનો ઉપયોગ કાશ્મીરમાં ઇસ્લામિક લાગણીઓને ભડકાવવા માટે કરી શકે છે.

એક તરફ તાલિબાન દોહામાં ભારત સાથે વાત કરી રહ્યા છે અને બીજી તરફ તેમના પ્રવક્તાએ કાશ્મીરના મુદ્દા પર નિવેદન શરુ કરી દીધું છે. ચીનમાં ઉઈગર મુસલમાનોના દમન પર ચુપ રહેનારા તાલિબાન કહે છે કે તેને જમ્મુ કાશ્મીર સહિત દુનિયાના મુસલમાનો માટે અવાજ ઉઠાવવાનો અધિકાર છે.

તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીનને આ નિવેદન આપ્યું છે. તાલિબાને આ નિવેદન એવા સમય પર આપ્યું છે જ્યારે એક દિવસ પહેલા જ રિપોર્ટ આવ્યો છે કે અલકાયદાએ તેમની પાસે કાશ્મીરને લઈને મદદ માંગી છે. જો કે આની પહેલા તાલિબાન નેતૃત્વ કરી ચૂક્યું છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવના મુદ્દામાં શામેલ નહીં થાય અને પોતાની જમીનનો ઉપયોગ નહીં થવા દે.

 21 ,  1