તાલિબાનનો આતંક: કાબુલમાં ઇદની નમાજ દરમિયાન રાષ્ટ્રપતિ ભવન પાસે રોકેટથી હુમલા

નમાજનાં સમયે વિસ્ફોટોથી ધણધણી ઉઠ્યું કાબૂલ

અફઘાનિસ્તાનથી અમેરિકન સૈન્ય પાછું ખેંચ્યા બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક વધતો રહ્યો છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ફરી એકવાર વિસ્ફોટોના અવાજોથી હચમચી ઉઠ્યું છે. મંગળવારે સવારે કાબુલના રાષ્ટ્રપતિ ભવન પર થયેલા રોકેટ હુમલાથી બધા સ્તબ્ધ થઈ ગયા હતા. રાષ્ટ્રપતિ અશરફ ગની બકરીદની પ્રાર્થનામાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર હુમલો સ્થાનિક સમય મુજબ સવારે આઠ વાગ્યે થયો હતો. હુમલાના સ્થળથી રાષ્ટ્રપતિ ભવન ખૂબ જ નજીક છે . આ હુમલા અંગે એવું માનવામાં આવે છે કે આ હુમલાનું લક્ષ્ય રાષ્ટ્રપતિ અશરફ ગની હોવાની સંભાવના છે.

મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રાષ્ટ્રપતિ ભવન નજીક ઓછામાં ઓછા ત્રણ રોકેટ ચલાવવામાં આવ્યા હતા. ઈદની નમાઝ દરમિયાન બગ-એ-અલી મરદાન, કાબુલના ચમન-એ-હોજોરી અને રાષ્ટ્રપતિ ભવન પાસેના મનાબે બશારી વિસ્તારમાં રોકેટ છોડવામાં આવ્યા હતા. જો કે અહી લાંબા સમયથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે તકરાર ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ભવન અને ગ્રીન ઝોનની આજુબાજુના વિસ્તારમાં ત્રણ રોકેટ ચલાવવામાં આવ્યા હતા. અમેરિકન સૈન્યની વિદાય બાદ તાલિબાનોને છૂટો દોર મળી ગયો છે.

 17 ,  1