કામની વાતઃ 1 નવેમ્બરથી થઈ રહ્યા છે આ ફેરફાર…

તમારા ખિસ્સા અને જીવન પર પડશે સીધી અસર….

આજે ઓક્ટોબર મહિનાનો અંતિમ દિવસ છે અને આવતીકાલે સોમવારથી નવેમ્બર મહિનો શરૂ થઈ રહ્યો છે. ત્યારે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ કેટલાક ફેરફાર થવા જઈ રહ્યા છે જેની સીધી અસર તમારા જીવન પર પડશે. 1 નવેમ્બરથી દેશભરમાં ઘણા એવા ફેરફાર થઈ રહ્યા છે જેની અસર તમારા ખિસ્સા અને જીવન પર પડશે.

એલપીજી સિલિન્ડરની કિંમત

1 નવેમ્બરથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે એલપીજીના ભાવમાં વધારો થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એલપીજીના વેચાણ પર થતા નુકસાનને જોતા સરકાર ફરી એકવાર એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કરી શકે છે.

ગેસ સિલિન્ડરના બુકિંગ માટે OTP આપવો પડશે

1 નવેમ્બરથી એલપીજી સિલિન્ડરની ડિલિવરીની સમગ્ર પ્રક્રિયા બદલાવા જઈ રહી છે. ગેસ બુક કરાવ્યા બાદ ગ્રાહકોના મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. જ્યારે સિલિન્ડર ડિલિવરી માટે આવે છે, ત્યારે તમારે આ OTP ડિલિવરી બોય સાથે શેર કરવાનો રહેશે. એકવાર આ કોડ સિસ્ટમ સાથે મેચ થઈ જાય પછી જ ગ્રાહકને સિલિન્ડરની ડિલિવરી મળશે.

બેંકિંગ નિયમોમાં ફેરફાર

હવે બેંકોમાં પૈસા જમા કરાવવા અને ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે. બેંક ઓફ બરોડા (BoB)એ આની શરૂઆત કરી છે. આવતા મહિનાથી નિર્ધારિત મર્યાદાથી વધુ બેંકિંગ કરવા પર અલગ ફી લાગશે. ખાતાધારકો માટે ત્રણ વખત સુધીની ડિપોઝિટ મફત હશે, પરંતુ જો ગ્રાહકો ચોથી વખત પૈસા જમા કરાવે છે તો તેમને 40 રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ જન ધન ખાતા ધારકોને આમાં થોડી રાહત મળી છે, તેઓએ જમા કરાવવા પર કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં, પરંતુ ઉપાડ પર 100 રૂપિયા ચૂકવવા પડશે. 1 નવેમ્બરથી ગ્રાહકોએ લોન ખાતા માટે 150 રૂપિયા ચૂકવવા પડશે.

ટ્રેનોનું બદલાશે ટાઈમ ટેબલ

ભારતીય રેલવે દેશભરની ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવા જઈ રહી છે. અગાઉ, 1 ઓક્ટોબરથી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર થવાનો હતો. પરંતુ કેટલાક કારણોસર હવે નવું ટાઈમ ટેબલ પહેલી નવેમ્બરથી લાગુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે નવા ટાઈમ ટેબલ બાદ 13 હજાર પેસેન્જર ટ્રેનો અને 7 હજાર માલસામાન ટ્રેનોના સમય બદલાશે. દેશમાં દોડતી લગભગ 30 રાજધાની ટ્રેનોના સમયમાં પણ 1 નવેમ્બરથી ફેરફાર થશે.

Whatsapp થઈ જશે બંધ

1 નવેમ્બરથી WhatsApp કેટલાક iPhone અને Android ફોન પર કામ કરવાનું બંધ કરી દેશે. વોટ્સએપ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 1 નવેમ્બરથી, ફેસબુકની માલિકીનું પ્લેટફોર્મ એન્ડ્રોઈડ 4.0.3 Ice Cream Sandwich, iOS 9, અને KaiOS 2.5.0માં સપોર્ટ કરશે નહીં.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી