તલોદ પોલીસે રણાસર ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂ પકડ્યો

તલોદ પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ તલોદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ રણારસ ચોકડી પાસે પેટ્રોલીંગમા હતા. ત્યારે ગાંભોઈ તરફથી આવતી એક મહીંદ્રા મેક્સ ગાડીને સંકાના દાયરામા રોકવાની કોશિશ કરી હતી. પરંતુ આ ગાડીના ચાલકે હીમતનગર તરફ ગાડીનો ચાલક લઈને ભાગવા જતા પોલીસ તેનો ખાનગી વાહનમા પીછો કરી આ ગાડીને ઉભી રાખી હતી.

આ ગાડીનો ચાલક ગાડી મુકીને ફરાર થઈ જતા પોલીસે ગાડી નંબર જીજે-09-BG-2454ની અંદર તપાસ કરતા અંદર દારૂ, બીયર, વીસ્કી જેવી 86 નંગ બોટલોની કીમત રૂપીયા 34,400 અને મહીંદ્રા ગાડીની કીમત 4 લાખ થઈને પોલીસે કુલ રૂપીયા 4,34,400નો ઈંગલીશ દારૂ મુદ્દામાલ પકડી પાડ્યો છે. અને ગાડીનો ચાલક ફરાર થઈ જતા તેની સામે આગળની કાર્યવાહી તલોદ પોલીસે કરી છે.

 62 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી