પહેલીવાર નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળશે આ અભિનેત્રી

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘બોલે ચૂડિયા’ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે પહેલા મૌની રોયને લેવામાં આવી હતી પરંતુ અભિનેત્રીના ત્રાગાને કારણે તેને ફિલ્મમાંથી પડતી મુકવામાં આવી. હવે સમાચાર મળી રહ્યા છે કે આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીના રોલ માટે તમન્ના ભાટિયાની પસંદગી કરાઈ છે. આ સાથે જ દર્શકોને પહેલીવાર સ્ક્રીન પર નવાઝ અને તમન્નાની જોડી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ દ્વારા નવાઝનો ભાઈ સમ્સ સિદ્દીકી દિગ્દર્શન ક્ષેત્રે ડેબ્યૂ કરી રહ્યો છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી