આમલી સ્વાસ્થ્ય માટે ખજાનાથી ભરપૂર

જાણો શું છે તેના અઢળક ફાયદા…

આમલીને ઘરોમાં જમવાનાનો સ્વાદ વધારવા માટે યુઝ કરવામાં આવે છે. જ્યાં કેટલાક લોકોને ખાટી-મીઠી આમલી એમ જ ખાવનું પસંદ છે. ત્યાં જ, કેટલીક મહિલાઓની રસોઈમાં હંમેશા હોય છે. આમલીની ચટણી હોય કે પછી એનું બનાવેલું અથાણું. મોંમાં પાણી લાવવા સાથે આમલી ઘણા લાભ પણ છે, જે અંગે સામાન્ય રીતે લોકો જાણતા નથી. દરેક લોકો એના ખાટા સ્વાદને ખુબ પસંદ કરે છે.

આમલીનો ઉપયોગ ઘણા વ્યંજનોનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે, આમલી સ્વાદ વધારવા સાથે સાથે શરીરને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે આમલી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા માટે મદદ રૂપ છે. એ ઉપરાંત આ વજનને પણ ઓછું કરે છે. તમને જણાવી દઈએ કે આમલીમાં એન્ટિબેકટેરિયલ, એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી અસ્થેમેટિક જેવા તત્વો હાજર છે, જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, તો આઓ આજે અમે તમને આમલી ખાવાના કેટલાક ખાસ સ્વાસ્થ્ય લાભો અંગે જણાવીએ છે.

વજન ઘટાડવું
આમલીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમાં ફ્લેવોનોઈડ્સ અને પોલીફેનોલ્સ પણ હોય છે, જે શરીરના મેટાબોલિઝમને વેગ આપે છે અને ઝડપથી વજન ઘટાડે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે
આમલીમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ્સ પણ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. આપણા શરીરની ચયાપચયની ક્રિયાને મજબૂત બનાવવાની સાથે સાથે આ બંને ગુણ આપણને અનેક રોગોથી બચાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. એટલું જ નહીં, જો નિષ્ણાતોનું માનીએ તો, આમલી ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવામાં પણ ઘણી મદદ કરે છે.

હૃદયને સ્વસ્થ રાખે
આમલીમાં રહેલા ફ્લેવોનોઈડ્સ, જે ઘણા ગુણોથી ભરપૂર છે, એલડીએલ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારવામાં મદદ કરે છે. જો તમે આમલીનું સેવન કરો છો, તો તમને હૃદય સંબંધિત બીમારીઓ થવાની સંભાવના ઓછી થઈ શકે છે.

પાચનતંત્રને મજબૂત રાખે છે
એટલું જ નહીં, એવું કહેવાય છે કે આમલી ખાવાથી પાચનતંત્ર શાંત રહે છે અને તે પાચનતંત્રને પણ ખૂબ જ મજબૂત બનાવે છે. આટલું જ નહીં, તેમાં હાજર પોલિફેનોલ નામનું એન્ટીઓક્સીડેન્ટ શરીરમાં બળતરાની સમસ્યાને દૂર કરે છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી