તમિલનાડુના કલ્લાકુરિચીમાં ફટાકડાની દુકાનમાં ભીષણ આગ, 5 લોકો ભડથું

દીવાળીની ખુશી પહેલા માતમ

તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના શંકરપુરમ શહેરમાં ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગતા પાંચ લોકો જીવતા બળી ગયા હતા. દિવાળીના તહેવારોમાં દર વર્ષે ફટાકડાની દુકાનો અથવા તો ફેક્ટરીમાં આગ લાગતી હોય છે ત્યારે ઘણા લોકોના મોત થતા હોય છે આ વર્ષ પણ કોરુ ગયું નથી.

દિવાળી પહેલા રાજ્યના કલ્લાકુરિચી જિલ્લાના શંકરપુરમ કસબામાં આવેલી ફટાકડાની દુકાનમાં અચાનક આગ લાગી હતી જેને કારણે ફટાકડા ખરીદી રહેલા પાંચ લોકોના બળી જવાને કારણે મોત થયા હતા.

જિલ્લા કલેક્ટર પીએન શ્રીધરે જણાવ્યું કે લોકો જ્યારે દુકાનમાં ફટાકડા ખરીદી રહ્યાં હતા ત્યારે આગ લાગી હતી જેમાં પાંચ લોકોના મોત થયા છે. હાલમાં રાહત બચાવ કામ ચાલુ છે.

સૂત્રોના જણાવ્યાનુસાર કલ્લાકુરિચી જિલ્લાના શંકરપુરમ કસબામાં આવેલી ફટાકડાની દુકાનમાં લોકો જ્યારે ખરીદી કરી રહ્યાં હતા ત્યારે કોઈ કારણે આગ લાગી હતી જે જોતજોતામાં આખી દુકાનમાં ફેલાઈ હતી અને તેને કારણે લોકો ચપેટમાં આવ્યાં હતા.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી