“તન્હાજી ” એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી બનાવ્યો રેકોર્ડ…

dnaindia.com

ગઈકાલે બે ફિલ્મ “છપાક ” અને “તન્હાજી ” બે ફિલ્મ રિલીઝ થઇ હતી. જેમાં ‘તાનાજીઃ ધ અનસંગ વૉરિયર’ અજય દેવગણ, કાજોલ અને સૈફ અલી ખાનની ફિલ્મે બોક્સઓફિસ પર સારી શરૂઆત કરી છે.

દીપિકા પાદૂકોણની ફિલ્મ ‘છપાક’ની સાથે રીલિઝ થનારી ‘તાનાજી’ને એટલી અસર દીપિકાની ફિલ્મની પબ્લિસિટિ પર થઇ હોય એવું લાગતું હતું કે દીપિકાની ફિલ્મ એ સૌથી વધુ કામની કરશે. દીપિકાની ફિલ્મે પહેલા દિવસે 4.75 કરોડની કમાણી કરી હતી. જયારે ‘તાનાજી’ ફિલ્મ ભારતમાં 3880 સ્ક્રીન પર રીલિઝ થઇ છે, જ્યારે ‘છપાક’ના ભાગે ફક્ત 1700 સ્ક્રીન આવી છે, જેનો ફાયદો પણ ‘તાનાજી’ ફિલ્મને મળ્યો છે.

હવે અજય દેવગણની ‘તાનાજીઃ ધ અનસંગ વૉરિયર’ ફિલ્મની રિલીઝ થયેલા દિવસની કમાણીની વાત કરવામાં આવે તો આ ફિલ્મે 15.10 કરોડની કમાણી કરી છે. ખાસ કરીને ફિલ્મે મહારાષ્ટ્રમાં સારી કમાણી કરી છે અને શનિ-રવિ અને ઉત્તરાયણની રજાનો ફિલ્મને સારો ફાયદો થશે તેવું લાગી રહ્યું છે.

‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’ ફિલ્મ આજે રીલિઝ થઈ ગઈ છે. ફિલ્મમાં અજય દેવગણ, કાજોલ અને સૈફ અલી ખાન લીડ રોલમાં છે. આ ફિલ્મ મુગલો વિરુદ્ધ મરાઠાઓની સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત છે. ફિલ્મને લઈને લોકોના અને સમીક્ષકોના રિવ્યૂ સામે આવી રહ્યા છે. ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શે ફિલ્મને 4 સ્ટાર આપ્યા છે. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મની સારી પ્રશંસા થઈ રહી છે.

 4 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર