દાહોદ નજીક હાઇવે પર પલ્ટી ગયું ટેન્કર, તેલ લેવા પડાપડી..

પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને દૂર કર્યા…

દાહોદ નજીક હાઇવે પર રિફાઇન્ડ તેલનું ટેન્કર પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. તેલ ભરેલું ટેન્કર પલ્ટી ખાતા તેલ ભરવા લોકોએ પડાપડી કરી હતી. ગાંધીધામથી નાગપુર જતા દાહોદ નજીક હાઇવે પર તેલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ ગયું હતું. કાળી તળાઈ સતી તોરલ હોટલ સામે બનાવ બન્યો હતો.

ટેન્કરના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા નજીક ખાડામાં જઇ પડયું હતું. આસપાસના લોકો વાસણો લઈ તેલ ભરવા દોડી આવ્યા હતા.  પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને દૂર કર્યા હતા. 

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી