September 19, 2020
September 19, 2020

અમદાવાદની ઘટના બાદ સુરત, વડોદરામાં તંત્ર એક્શન મોડમાં..

તંત્ર દ્વારા હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણીના અપાયા સૂચનો

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલ અગ્નિકાંડની ઘટનાનું સુરતમાં પુનરાવર્તન ન થાય એ હેતુથી અગમચેતીના ભાગ રૂપે સુરત મહાનગર પાલિકાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. તાત્કાલિક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અગ્નિ શમન વિભાગની બેઠક મળી હતી અને ટીમ બનાવી હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવા સૂચનો અપાયા છે. જ્યાં ફાયર ચીફ ઓફિસર બસંત પરીખે પાલિકાના કન્સલ્ટન્ટને જોડે રાખી ફાયર ઓફિસરને તપાસ કરવા આદેશ કર્યા છે. જેમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગ ઓક્સિજન સુવિધા સહિત એક્ઝીટ અને ઇન એન્ટ્રી અંગેની પણ તપાસ કરી ઘટતું કરવા સૂચન આપી છે. જેથી ફાયર વિભાગે કોવિડ – 19ને લઈ M.O.U. કરાયેલ 44 જેટલી હોસ્પિટલોમાં તપાસ શરૂ કરી છે અને કોઈ ખામી જણાય તો ચીફ ઓફિસરને તે અંગે રિપોર્ટ પણ કરશે.

તો આ તરફ વડોદરા પાલિકા તંત્ર પણ સફાળું જાગ્યું છે. મ્યુનિ કમિશનર નલિન ઉપાધ્યાયે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. વડોદરાની તમામ કોવિડ હોસ્પિટલમાં ફાયરની સુવિધા કેવી છે તે અંગે તેઓએ તપાસના આદેશ આપ્યા છે. સરકારી ખાનગી મળી કુલ 84 કોવિડ હોસ્પિટલમાં તપાસ કરાશ.

 ફાયર બ્રિગેડના અધિકારીઓ હોસ્પિટલમાં જઈને તપાસ હાથ ધરશે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહિ તેની પણ તપાસ કરશે. 

 63 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર