ક્લીનચીટ બાદ બોલી તનુશ્રી : હવે માત્ર ભગવાન પર ભરોસો

MeTooના આરોપમાંથી નાના પાટેકરને પોલીસે ક્લીન ચિટ આપી દીધી છે. કેસ ફાઈલ કરનાર તનુશ્રી દત્તાએ આ બાબતે જણાવ્યું કે, ‘સવારના 5 વાગ્યાનો સમય હશે જ્યારે મને મારા ફ્રેન્ડનો આ બધું કહેવા માટે ફોન આવ્યો. આ ઘૃણાસ્પદ છે કારણકે નાના પાટેકર ઘણા સમયથી ક્લીન ચિટ મેળવવાની કોશિશ કરી રહ્યો હતો.

મેં અગાઉ પણ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અમારાં વિટનેસ જે છે તેમને ધમકી ભરેલા કોલ આવતા હતા. તેમને રોજ પ્રેશર આપવામાં આપતું જેથી તેઓ પોલીસ પાસે તેમનું સ્ટેટમેન્ટ રેકોર્ડ ન કરી શકે. અમારી પાસે 10 વિટનેસ છે. તેમાંથી ત્રીજા ભાગના લોકોના જ સ્ટેટમેન્ટ રેકોર્ડ થયા હતા. બાકીના તો ધમકી ભરેલા કોલ્સ આવવાના કારણે આગળ પણ નહોતા આવ્યા.

પોલીસ કહે છે કે, પૂરાવાની કમી છે પણ જ્યારે આરોપી વિટનેસને પોલીસ સુધી પહોંચવા જ ન દે તો ક્યાંથી પૂરાવાઓ મળે? જે વિટનેસના રેકોર્ડ નાના પાટેકરની તરફેણમાં રેકોર્ડ થયા છે તે બધા તેના મિત્રો છે. ઉપરાંત વિટનેસ જે બન્યું હતું તે વિશે કંઈપણ ન બોલ્યા અને કહ્યું તેઓને કંઈપણ યાદ નથી.’

વધુમાં તનુશ્રીએ જણાવ્યું કે, ‘તે આ ઘટનાથી હતાશ નથી થઇ. હતાશા તો ત્યારે આવે જ્યારે તમે કોઈ વાતને લઈને શોક્ડ હોવ. મને આ હેરેસમેન્ટ કેસથી કોઈ ખાસ આશા ન હતી. મને એવું પણ લાગે છે કે નાના પાટેકર બોલિવૂડમાં પરત ફરવા માટે મરણિયા પ્રયાસ કરતો હતો અને હવે તે તેનું નામ ગમે તે રીતે ક્લીઅર કરવા માગે છે. મારી એકમાત્ર આશા હવે ભગવાન પર છે. હું આ લડત લડવાનું ચાલું રાખીશ.’

 17 ,  1