કોરોનાની મજાક ઉડાવનાર ‘બુલડોઝર’ તરીકે પ્રખ્યાત તાંઝાનિયાના રાષ્ટ્રપતિનું નિધન

ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતના કારણે તેમનું નામ રાખવામાં આવ્યું હતું ‘બુલડોઝર’

તાંઝાનિયાના રાષ્ટ્રપતિ જૉન મગુફુલીનું 61 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તાંઝાનિયાના ઉપરાષ્ટ્રપતિ સામિયા સુલુહુએ મગુફુલીના અવસાનની પૃષ્ટિ કરી હતી. જૉન મગુફુલી કોરોના સંક્રમિત હોવાની આશંકા સેવાઈ રહી છે પરંતુ હજુ સુધી તેની પૃષ્ટિ નથી થઈ શકી. ગત 27 ફેબ્રુઆરી બાદથી રાષ્ટ્રપતિ જૉન મગુફુલી કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં નહોતા જોવા મળ્યા અને ત્યારથી જ તેમની બીમરીને લઈ અટકળો સેવાઈ રહી હતી. ઉપરાંત તેઓ ગુપ્ત રીતે કોરોનાની સારવાર કરાવડાવી રહ્યા હતા તેમ પણ કહેવાઈ રહ્યું છે.

રાષ્ટ્રપપતિ મગુફુલી સંડે ચર્ચ સર્વિસમાં મોટાભાગે ભાગ લેતા હતા પરંતુ 27 ફેબ્રુઆરી બાદથી તેઓ કોઈ પણ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા નથી. એવી ચર્ચા હતી કે તેઓ બીમાર હતા અને વિદેશમાં સારવાર કરાવી રહ્યા છે. 2010માં ટાન્ઝાનિયામાં પરિવહન મંત્રી તરીકે ફરીથી નિયુક્ત થયા ત્યારે તેમણે ખુબ લોકપ્રિયતા મેળવી હતી. આક્રમક લીડરશીપ અને સડક નિર્માણ ઉદ્યોગમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતના કારણે તેમનું નામ બુલડોઝર રાખવામાં આવ્યું હતું. 

 53 ,  1