Saand ki aankh teaser:ભૂમિ પેડનેકર અને તાપસી પન્નૂ બન્યાં ‘શૂટર દાદી’

અભિનેત્રી તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘સાંઢ કી આંખ’નું ટીઝર બહાર પડી ચુક્યું છે. આ ફિલ્મ ઉત્તરપ્રદેશના જોહરી ગામની બે વયોવૃદ્ધ મહિલા શાર્પશૂટર જોડી પ્રકાશી તોમર અને ચંદ્રો તોમરના જીવન પર આધારિત છે. રિલાયંસ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન તુષાર હીરાનન્દાનીએ કર્યું છે. તાપસી અને ભૂમિ બંને મહિલા શાર્પશૂટર્સના રોલમાં પ્રભાવશાળી લાગી રહ્યા છે.

કોણ છે પ્રકાશી તોમર અને ચંદ્રો તોમર, કે જેમના જીવન પરથી આ ફિલ્મ બની રહી છે?

‘સાંઢ કી આંખ’ દિવાળી પર રીલીઝ થવાની છે. ઉત્તર પ્રદેશના બાગપત જીલ્લાના જોહરી ગામની પ્રકાશી અને ચંદ્રો તોમર દેરાણી-જેઠાણી છે. જેમણે 65 વર્ષની ઉંમરમાં 30થી પણ વધારે નેશનલ ચેમ્પીયનશીપ જીતી છે. મહેનત અને લાંબા સંઘર્ષ બાદ દેરાણી-જેઠાણીની આ જોડીએ શૂટીંગની કળા હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. તેમણે આજસુધી શૂટીંગમાં કુલ 352 મેડલ જીત્યા છે.

પહેલીવાર વૃદ્ધાના રોલમાં જોવા મળશે આ બંને અદાકારાઓ

તાપસી અને ભૂમિ પહેલીવાર વૃદ્ધ મહિલા શાર્પશૂટરના રોલમાં જોવા મળી રહી છે. મેકઅપ વડે બંનેને વૃદ્ધાનો લુક આપવામાં આવ્યો છે. સાથે જ આ ફિલ્મમાં હરિયાણવી બોલીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રકાશ ઝા, મુક્કાબાઝ ફેમ વિનીતકુમાર પણ ખાસ રોલમાં દેખાશે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી