તાપી: આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ ફોનનું કરાયું વિતરણ

માતા અને બાળ કલ્યાણ સાથે સંકળાયેલા આંગણવાડીના કાર્યકરોને જન્માષ્ટમીના પાવન પર્વે માતા યશોદા એવોર્ડ એનાયત કરવા સાથે, શ્રેષ્ઠ કામગીરી કરનારા કાર્યકરોને સન્માનતા રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાએ, કુપોષણને દેશવટો આપવા માટે સૌના સહિયારા પ્રયાસોની હિમાયત કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ,દેશભરમાં માતા યશોદા એવોર્ડ આપનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે તેમ જણાવતા મંત્રી વસાવાએ કહ્યું કે, દેશમાં ગુજરાત દરેક ક્ષેત્રે ગુજરાત નંબર વન છે, ત્યારે કુપોષણ નાબુદીમાં પણ સ્માર્ટ ફોન જેવી ટેકનોલોજીના સમન્વયથી અવ્વલ રહે તે જાણવાની આપણી સહિયારા જવાબદારી છે તેમ જણાવ્યું હતું. ટૂંકાગાળામાં આયોજિત થયેલા સફળ કાર્યક્રમ બદલ ટીમ તાપીને અભિનંદન પાઠવતા મંત્રી વસાવાએ તાપી જિલ્લામાં અંદાજીત એકાદ કરોડ જેટલી માતબર રકમના સ્માર્ટ ફોન, આંગણવાડી કાર્યકરોને અપાઇ રહ્યાં છે તેમ જણાવી, આ સ્માર્ટ ફોનના ઉપયોગથી આંગણવાડી કેન્દ્રોએ નિભાવવાના રજીસ્ટરો ઓનલાઇન નિભાવી શકાશે, જેનુ મોનિટરિંગ રાજ્યકક્ષાએથી પણ કરી શકાશે તેમ જણાવ્યું હતું.

સહી પોષણ-દેશ રોશનના તાપી જિલ્લાના કાર્યક્રમ દરમિયાન તાપી જિલ્લા પંચાયતની મહિલા અને બાળકલ્યાણ સમિતિના અધ્યક્ષા રેહાનાબેન ગામીત સહિત સામાજિક કાર્યકરો જયરામભાઇ ગામીત, અજીતભાઇ હળપતિ, મોહનભાઇ કોકણી ઉપરાંત પ્રોજેક્ટના મિશન ડાયરેક્ટર ડૉ.રાકેશ વ્યાસ, નિવાસી અધિક કલેક્ટર બી.બી.વહોનિયા, પ્રાંત અધિકારી તુષાર જાની, પ્રાયોજના વહિવટદાર વી.જી.પટેલ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી. કાર્યક્રમના અંતે પ્રોગ્રામ ઓફિસર ડૉ.કે.ટી.ચૌધરીએ આભારવિધી આટોપી હતી.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી