સુરતમાં સેલ્ફી લેવા જતાં તરુણ ખાબક્યો નદીમાં…

તરુણને તરતા ન આવડતું હોવાથી ડૂબવા લાગ્યો

સુરતના કોઝવે પર એક તરુણ સેલ્ફી લઇ રહ્યો હતો. તે વેળાએ તેનો પગ લપસી જતા તે નદીમાં પડી ગયો હતો. પાણી વધુ હોવાથી અને તરુણને તરતા ન આવડતું હોવાથી તે ડૂબવા લાગ્યો હતો. જો કે ત્યાં હાજર તેના મિત્રોએ બુમાબુમ કરતા કોઝવે પર નિયમિત તરવા જતા હરિઓમ ક્લબના સભ્ય અજય ઘીવાલા સ્થિતિ પારખી ગયા હતા. અને તેઓએ કોઝવેના પાણીમાં કુદી તરુણને બચાવી લીધો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.

રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવેની રેલિંગ પર સેલ્ફી લેવા જતાં છોકરાએ સંતુલન ગુમાવતાં નદીમાં પડી ગયો હતો. ગઈ કાલે સવારે 9 વાગ્યા આસપાસ રાંદેરના મિત્રો અહીં ફરવા આવ્યા હતા. દરમિયાન કોઝવે પર સેલ્ફી લઇ રહ્યા હતા એ સમયે આ છોકરો રેલિંગ ક્રોસ કરી નદીની એકદમ નજીકથી સેલ્ફી લેવા પ્રયાસ કરી રહ્યો હતો. અહીં તેનો પગ લપસી જતાં નદીમાં પડ્યો હતો. તરતા ન આવડવાને લીધે તે ડૂબવા લાગ્યો હતો.

છોકરો ડૂબવા લાગતા તેના મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ સમયે કોઝવે પર નિયમિત તરવા જતા એક વ્યક્તિ તરત જ કોઝવેમાં કૂદી પડ્યા હતા અને તેમણે ડૂબી રહેલા તરુણને બહાર કાઢયો હતો. દુર્ઘટના સ્થળે અનેક લોકો આ ઘટનાને જોઇ રહ્યા હતા ત્યારે કેટલાકે તેમના કેમેરામાં ઘટનાનું રેકોર્ડિંગ કરી લીધી હતું. આ લાઇવ રેસ્ક્યૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. 

 16 ,  1