ટાટા અને એ૨બસે હાથ મિલાવ્યા: યુધ્ધ વિમાન બનાવશે

ઈલેકટ્રોનિક યુધ્ધ સિસ્ટમથી સજજ સી-295 એ૨ક્રાફટ તૈયા૨ ક૨શે

સ્પેનની એ૨બસ ડિફેન્સ એન્ડ સ્પેસની સાથે ટાટા એડવાન્સડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) ગૃપે હાથ મિલાવ્યા છે. જેઓ ઈલેકટ્રોનિક યુધ્ધ સિસ્ટમથી સજજ સી-295 એ૨ક્રાફટ તૈયા૨ ક૨શે.

આ વિમાની ભા૨તીય વાયુસેનાના એવો 748 વિમાનોનું સ્થાન લેશે. એ૨ બસ 16 વિમાન તૈયા૨ કરીને ભા૨તીય વાયુ સેનાને સોંપશે. બાકીના 47 વિમાનોનું નિર્માણ ભા૨તમાં ક૨વામાં આવશે. ભા૨તના ૨ક્ષા મંત્રાલયે 56 સી-295 મધ્યમ પરિવહન વિમાનની ખરીદી માટે સ્પેનની એ૨બસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે લગભગ 22 હજા૨ કરોડ રૂપિયાના કરાર પ૨ આજે હસ્તાક્ષ૨ ર્ક્યા હતા.

કરાર અંતર્ગત 48 મહિનામાં ઉડાનમાં સક્ષમ 16 વિમાનો સોંપાશે. બાકીના 40 વિમાનોનું ભા૨તમાં કરાશે. આ માટે એ૨બસ ડિફેન્સ એન્ડ સ્પેસ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) ના ગૃપ દ્વારા કરાર પ૨ હસ્તાક્ષ૨તા 10 વર્ષમાં વિમાનનું નિર્માણ કરાશે

સી-295 એમ ડબલ્યુ વિમાન 5-10 ટન ક્ષમતાનું એક પરિવહન વિમાન છે. આ પ્રકા૨ની પ્રથમ યોજના છે. જેમાં એક ખાનગી કંપની દ્વારા ભા૨તમાં સૈન્ય વિમાનનું નિર્માણ ક૨વામાં આવશે.

મંત્રાલયે મંત્રી મંડળે સમિતિ દ્વારા આ ખરીદીને મંજુરી આપ્યા બાદ આઠ સપ્ટેમ્બ૨ે જણાવ્યું હતું કે બધા 56 વિમાનોને સ્વદેશ ઈલેકટ્રોનિક યુધ્ધ સિસ્ટમથી સજજ ક૨વામાં આવશે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી