ભારતમાં TATAએ લોન્ચ કરી શાનદાર કાર Tata Punch

જાણો, કારની કિંમત સહિતની સંપૂર્ણ માહિતી

ટાટા મોટર્સે ભારતીય બજારમાં મોટો ધમાકો કર્યો છે. Tata Motorsએ પોતાની નવી કાર Tata Punchને ભારતમાં લોન્ચ કરી દીધી છે. જેની શરૂઆતી કિંમત 5.49 લાખ રૂપિયા નક્કી કરી છે જ્યારે ટોપ વેરિયન્ટ Tata Punch Creativeની શરુઆત કિંમત 8.49 લાખ રુપિયા છે.

Tata Motorsની સબ-કોમ્પેક્ટ SUV Tata Punchને ગઈ 4 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવી હતી. ટાટા મોટર્સનો દાવો છે કે તે તેમના સેગમેન્ટની સૌથી સારી કાર છે. Tata Punchની પ્રી-બુકિંગ 4 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. તમે આ કારને ફક્ત 21,000 રૂપિયામાં બુક કરાવી શકો છો. Tata Motorsનો દાવો છે કે મેનુઅલ ટ્રાન્સમિશન પર આ એસયુવી 18.97 કિમી પ્રતિ લીટર અને AMT પર 18.82 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપે છે.

ટાટા આ નવી એસયુવીમાં 1.2 લીટર પેટ્રોલ એન્જીન ઓપ્શન છે. આ કાર 6.5 સેકેન્ડમાં 0થી 60 કિમી પ્રતિ કલાક અને 16.5 સેકેન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની રફતાર પકડી લે છે.

Tata Punchના ઈન્ટિરિયર અને ફિચર્સની વાત કરવામાં આવે તો તેમાં 7 ઈંચનું ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવ્યું છે. સ્ટીયરિંગ કંટ્રોલ, 366 લીટર બુટ સ્પેસ, ફ્રંટ અને રીયર પાવર વિંડો, એડઝસ્ટેબલ ડ્રરાઈવર સીટ, ક્રૂઝ કંટ્રોલ, રીયલ ફ્લેટ સીટ, ફુલી ઓટોમેટેડ ટેમ્પેચર કંટ્રોલ જેવા ફિચર્સ તમને આકર્ષિત કરશે. Tata Punch કારને ગ્લોબલ એનકેપ ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ સેફ્ટીના લિહાજથી પાંચ સ્ટાર રેટિંગ મળી છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી