ચિપની અછત જેગુઆરની સૌથી મોટી ચિંતા: ટાટા મોટર્સ 10% તૂટ્યો

એક અહેવાલ બાદ ટાટા મોટર્સનો શેર 10% સુધી ગગડ્યો

 ભારતની સૌથી મોટી વૈશ્વિક બ્રાન્ડ કાર ઉત્પાદક કંપની ટાટા મોટર્સના શેરમાં મંગળવારના સત્રમાં મસમોટો કડાકો જોવા મળ્યો હતો. એક અહેવાલ બાદ ટાટા મોટર્સનો શેર 10% સુધી ગગડ્યો હતો. ટાટા મોટર્સે એક નિવેદનમાં જણાવ્યું કે ટાટા મોટર્સ JLRના એબીટા બીજા ત્રિમાસિકગાળામાં નેગેટીવ રહેવાની આશંકા છે.

જેગુઆર લેન્ડ રોવરે રજૂ કરેલ ગાઈડન્સમાં જણાવાયું હતુ કે નાણાંકીય વર્ષ 2021ના બીજા ત્રિમાસિકગાળામાં કંપનીના એબીટા નકારાત્મક થશે અને 1 અબજ સ્ટર્લિંગ પાઉન્ડનો કેશ આઉટફ્લો જોવા મળશે.

પ્રથમ ત્રિમાસિકગાળાના અંતે ટાટા મોટર્સ જેએલઆરની લિક્વિડિટી 5.6 અબજ પાઉન્ડ હતી,જે સપ્ટેમ્બર કવાર્ટરમાં આઉટફ્લોમાં પરિણમશે. આ સિવાય JLRએ ગાઈડન્સમાં જણાવ્યું કે ચિપ શોર્ટેજની સમસ્યા બીજા કવાર્ટરમાં પણ રહેશે. આશંકા છે કે બીજા ત્રિમાસિકગાળામાં ચિપની અછત પ્રથમ ત્રિમાસિકગાળા કરતા વધુ રહેશે.

આ સિવાય કંપનીના હોલસેલ વોલ્યુમ એટલેકે જથ્થાબંધ વેચાણ પણ અનુમાનના માત્ર 50% રહેશે,જે કંપનીના પ્રદર્શન પર અસર કરશે. ગઈકાલના બંધ ભાવે ટાટા મોટર્સની માર્કેટ કેપિટલ 114899 કરોડ હતી,જે આજે ઘટીને 1.06.117 કરોડ થઈ છે એટલેકે માત્ર એક ચિપ શોર્ટેજને કારણે ઉત્પાદન ઘટવાની આશંકાએ કંપનીના બજાર મૂલ્યમાં 9000 કરોડનો મસમોટો ઘટાડો જોવા મળ્યો છે.

 72 ,  1