Tata Motorsએ આ સરકારી બેંક સાથે હાથ મિલાવ્યો…

6.85 ટકાના વ્યાજ દરે ખરીદો તમારી મનપસંદ કાર…

દેશની મોટી ઓટો મેન્યુફેક્ચરિંગ કંપની ટાટા મોટર્સે (Tata Motors)પોતાના દરેક પેસેન્જર વ્હીકલ ગ્રાહકોને ફાઈનાન્સ વિકલ્પ આપવા માટે બેન્ક ઓફ ઈન્ડિયા (Bank of India- BOI)સાથે કરાર કર્યો છે. ટાટા મોટર્સે બીઓઆઈની સાથે એક રિટેલ ફાઈનાન્સ MoU પર હસ્તાક્ષર કર્યા છે. આ એગ્રીમેન્ટ અંતર્ગત BOI ટાટા મોટર્સના ગ્રાહકોને 6.85 ટકાના શરૂઆતી વ્યાજદર પર લોન આપવામાં આવશે.

આ સ્કીમ હેઠળ વ્હીકલના કુલ ખર્ચના મેક્સિમમ 90 ટકા સુધી ફાઈનાન્સ કરવામાં આવશે. ગ્રાહકોને 7 વર્ષ સુધી લોન ચુકવવાની સુવિધા મળશે. ગ્રાહક 1,502 રૂપિયા પ્રતિ લાખથી શરૂ થનાર ઈએમઆઈ વિકલ્પ પણ પ્રાપ્ત કરી શકો છો.

આ અગાઉ ઘરેલુ કંપનીએ નાના કમર્શિયલ વ્હીકલ ગ્રાહકોની મદદ માટે ઈક્વિટાસ એસએફબીની સાથે કરાર કર્યો હતો. આ ઓફર્સ દેશભરમાં પર્સનલ સેગમેન્ટના ગ્રાહકો માટે આઈસીઈ કારો અને એસયુવીની નવી ફોરએવર રેન્જની સાથે સાથે ઈલેક્ટ્રિક વાહનો પર પણ લાગુ થશે.

ટાટા મોટર્સની કાર ખરીદનાર ગ્રાહકોથી બેન્ક 31 માર્ચ 2022 સુધી જીરો પ્રોસેસિંગ ચાર્જ વસુલ કરશે. આ સ્કીમનો લાભ ઉઠાવનાર ગ્રાહક પોતાના નજીકના ટાટા મોટર્સ ડીલર અથવા બેન્ક ઓફ ઈન્ડિયા બ્રાન્ચના માધ્યમથી સંપર્ક કરી શકો છો.

બેન્ક ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર-રિટેલ બિઝનેસ રાજેશ ઈંગલેએ કહ્યું, ટાટા મોટર્સની સાથે બેન્કનો કરાર ગ્રાહકો માટે આ ફાયદાનો સોદો થઈ શકે છે કે તે બેન્ક ઓફ ઈન્ડિયાના સર્વશ્રેષ્ઠ ફાઈનાન્સ વિકલ્પની સાથે સર્વશ્રેષ્ઠ પર્સનલ મોબિલિટી સોલ્યુશન સુધી પહોંચી શકે છે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી