Tata Motors 10 નવી ઇલેક્ટ્રિક કાર કરશે લોન્ચ

ટાટા મોટર્સ 15 હજાર કરોડ રૂપિયાનું કરશે રોકાણ

Tata Motors આગામી ચાર વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોના નવા મોડલ લાવવા માટે રૂ. 15,000 કરોડનું રોકાણ કરશે. ટાટા મોટર્સ આ રોકાણની મદદથી 10 નવા ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરશે.

નોંધનીય છે કે,, ખાનગી ઇક્વિટી ફર્મ TPG Rise Climate ટાટા મોટર્સના પેસેન્જર ઇલેક્ટ્રિક વાહન વિભાગમાં $1 બિલિયન (આશરે રૂ. 7500 કરોડ)ના રોકાણની જાહેરાત કરી છે. ટાટાએ આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે 10 નવા મોડલ લાવશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર, ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ બિઝનેસ યુનિટના પ્રમુખ શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે કંપની ઇલેક્ટ્રિક વાહનો માટે પ્રોડક્ટ લોન્ચ કરવા માટે ખૂબ જ મજબૂત યોજના ધરાવે છે. કંપનીને આશા છે કે આગામી ચાર-પાંચ વર્ષમાં તેના વેચાણનો લગભગ 20 ટકા હિસ્સો ઈલેક્ટ્રિક વાહનોથી થશે.

તેમણે જણાવ્યું કે ટાટા મોટર્સ પાસે હાલમાં માત્ર બે ઈલેક્ટ્રિક કાર મોડલ (Nexon અને Tigor EVs) છે, જેને દર મહિને 3,000 થી 3,500 બુકિંગ મળી રહ્યાં છે. જો કે, કંપની માત્ર 1,000 કાર સપ્લાય કરવામાં સક્ષમ છે. હવે કંપની માત્ર ઇલેક્ટ્રિક વાહનો માટે 15,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની તૈયારી કરી રહી છે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી