એર ઇન્ડિયાને હસ્તગત કરવાની ટાટા સન્સને મળી મંજૂરી..

CCIએ આપી જાણકારી, શેર હોલ્ડિંગ હસ્તગત કરવાની મળી મંજૂરી

ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ(CCI)એ ટેલેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એર ઇન્ડિયા લિમિટેડ, એર ઇન્ડિયા એક્સપ્રેસ લિમિટેડ અને એર ઇન્ડિયા એસએટીએસ એરપોર્ટ સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડમાં શેરહોલ્ડિંગ હસ્તગત કરવાની મંજૂરી મળી છે.

CCIએ એક નિવેદનમાં જણાવ્યું. આ પ્રસ્તાવિત કૉમ્બિનેશનમાં ટેલેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એર ઇન્ડિયા લિમિટેડ અને એર ઇન્ડિયા એક્સપ્રેસ લિમિટેડની 100 ટકા ઇક્વિટી શેર ફાઇનાન્સ અને એર ઇન્ડિયા SATS એરપોર્ટ સર્વિસેઝ પ્રાઇવેટ લિમિટેડ(AISATS)ની 50 ટકા ઇક્વિટી શેર ફાઇનાન્સના અધિગ્રહણનો વિચાર કરવામાં આવ્યો છે. સીસીઆઈને તેની માહિતી આપી. ટાટા ગ્રુપ એર ઈન્ડિયાની સેવાઓ સુધારવા માટે 100 દિવસનો પ્લાન તૈયાર કરી રહ્યું છે.

કેન્દ્ર સરકારે 8 ઓક્ટોબરે જાહેરાત કરી કે ટેલેસે દેવામાં ડૂબેલી એરલાઇન એર ઇન્ડિયાને હસ્તગત કરવા માટે બોલી જીતી લીધી છે. ટાટાએ 18 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવીને સ્પાઇસજેટના પ્રમોટર અજસિંહની બોલીને પછાડી દીધી. 25 ઓક્ટોબરે, સરકારે એર ઇન્ડિયાના રોકાણ માટે ટાટા સન્સની સાથે શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા, જે સમગ્ર રીતે સરકારની માલિકીમાં છે. આ મહિનાની શરૂઆતમાં, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, એર ઇન્ડિયાના ટાટા સન્સનું ટ્રાન્સફર આગામી 1થી 1.5 મહિનાઓમાં પૂર્ણ થઇ જશે.

એર ઇન્ડિયાનું 46 હજાર 262 કરોડનું દેણું AIAHLને ટ્રાન્સફર કરાશે. ટાટા સમૂહ દ્વારા 61 હજાર 562 કરોડનું 15 ટકા દેણું પોતાની પાસે રખાશે. સરકારને ટાટા પાસેથી લગભગ 2700 કરોડ રોકડા મળ્યા છે. ટાટા કંપની 15,300 કરોડની લોન લેશે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી