ટાટાએ “મહારાજા”નો હાથ પકડી કહ્યું, આવો તુમે ચાંદ પે લે જાયે

68 વર્ષે પછી ટાટા સન્સ એર ઈન્ડિયાના નવા પાયલોટ, 18000 કરોડની સૌથી વધુ બોલી લગાવી

દેવામાં ડૂબેલી સરકારી વિમાન કંપનીને આખરે ટાટા સન્સે 18000 કરોડની બોલી લગાવીને 68 વર્ષે ઘરવાપસી કરી છે તેમ કેન્દ્ર સરકારે આજે સત્તાવાર જણાવ્યું છે. ચાર વર્ષના પ્રયત્નો બાદ આજે એર ઇન્ડિયાને નવો માલિક મળ્યો. DIPAM ના સચિવ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ એક પત્રકાર પરિષદ યોજી રહ્યા છે કે કોણે એર ઇન્ડિયા માટે સૌથી મોટી બોલી લગાવી છે. ટાટા સન્સે એર ઇન્ડિયા માટે સૌથી મોટી બોલી લગાવી છે. એર ઇન્ડિયા સ્પેસિફિક ઓલ્ટરનેટિવ મિકેનિઝમ (AISAM) પેનલે એર ઇન્ડિયાની નાણાકીય બિડ પર નિર્ણય કર્યો છે. આ પેનલમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત ઘણા મહત્વના પ્રધાનો અને અધિકારીઓ સામેલ છે.

ભારતના ઓટો સેક્ટરને પાટે ચઢાવનાર જેઆરડી ટાટાને ભારતમાં હવાઈ ક્ષેત્રના જન્મમદાતા પણ માનવામાં આવે છે. મહત્વની વાત એ છે કે તેમણે સૌથી પહેલા ટાટા એરલાઇન્સની શરુઆત કરી હતી.

ચોંકાવનારી વાત એ છે કે વર્ષ 1930માં તેમણે આગા ખાન સ્પર્ધામાં ભાગ લેવા માટે ભારતથી ઇંગ્લેન્ડ વચ્ચે એકલા હવાઈ પ્રવાસ કર્યો હતો. ત્યારબાદના બે વર્ષ પછી 1932માં JRD Tataએ શરૂ કરી હતી ટાટા એરલાઇન્સ કે જેને ટાટા એર સર્વિસ પણ કહેવામાં આવે છે. સૌથી મહત્વની વાત કે ટાટા એરલાઈન્સનું નામ બદલીને પછી એર ઈન્ડિયા રાખવામાં આવ્યું હતુ, જી હાં એટલેકે આજની એર ઈન્ડિયા JRD ટાટાની દેન છે.

બીજા વિશ્વયુદ્ધ બાદ આ ટાટા એર સર્વિસ જેને બાદમાં ટાટા એરલાઈન્સ નામ આપવામાં આવ્યું તેનું પબ્લિક લિમિટેડ કંપની એટલેકે સરકારી કંપની બનાવવામાં આવી અને નામ બદલીને એર ઈન્ડિયા કરવામાં આવ્યું હતુ.

વર્ષ 2000-2001માં સરકારે એર ઈન્ડિયાના ખાનગીકરણના પ્રયાસ કર્યા હતા પરંતુ, તે નિષ્ફળ નીવડયાં હતા અને ત્યારબાદથી જ કંપની સતત ખોટના ખાડા(Air India Loss)માં ચાલતી હતી અને અંતે હવે તે ખોટનો પહાડ બની ગઈ છે.

 147 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી