September 23, 2021
September 23, 2021

શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો..!

શિક્ષકોની પરીક્ષા લેવામાં સરકાર નપાસ

આજે રાજ્યના વિવિધ શહેરોમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટે સરકાર તરફથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનો શિક્ષકો ઘણા દિવસથી સતત વિરોધ કરી રહ્યા છે. આ માટે 2 વાગ્યે શિક્ષકોની કસોટીનું સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા આપવાનો બહિષ્કાર કરતા શિક્ષકોએ ફિયાસ્કો બોલાવી દીધો છે જેને પગલે પરીક્ષા ન આપવા આવતા વર્ગખંડો ખાલીખમ પડ્યા હતા. ઓએમઆર સીટો બસ પાટલી પર પડી રહી છે તેમાં એક પણ એકડો ઘૂટવામાં આવ્યો ન હતો. શિક્ષકો પરીક્ષા સેન્ટર સુધી પણ આવ્યા ન હતા જેથી સરકાર શિક્ષકોની પરીક્ષા લેવામાં નિષ્ફળ રહી છે જે સાબિત થાય છે.

ઘણા દિવસથી શિક્ષકો પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છે જેના ભાગ રૂપે સરકાર દ્વારા આયોજિત પરિક્ષાનો અમદાવાદના શિક્ષકોએ બહિષ્કાર કર્યો છે. અમદાવાદના 87 કેન્દ્રોમાંથી મોટા ભાગના ખાલીખમ દેખાયા હતા. શિક્ષકો પરિક્ષા સેંટ સુધ્ધાં પણ આવ્યા ન હતા મળતી માહિતી અનુસાર અમદાવાદમાં કોઈ શિક્ષકે પરીક્ષા આપી નથી.

બીજી તરફ રાજ્યમાં ઠેર ઠેર શિક્ષકોનો વિરોધ શરુ થઈ ગયો છે. શિક્ષકો બે વાગ્યે પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા જ નથી. તમામ સેન્ટરો ખાલી છે. ત્યારે પરીક્ષાની પ્રક્રિયા ચાલુ રાખવા તમામ વર્ગમાં બેઠક વ્યવસ્થા પર જ જવાબ માટેની OMR શિટની વહેંચણી કરાઈ હતી.પરીક્ષા ખંડમાં સુપરવાઈઝરો ચાર વાગ્યા સુધી હાજર રહેશે. ચાર વાગ્યે પરીક્ષા પૂર્ણ થયા પછી ફરીથી OMR શીટને સીલ કરવામાં આવશે. અમદાવાદમા જોધપુર અને વસ્ત્રાપુર કેન્દ્ર ખાલીખમ, બહુચરાજી, વડોદરા સહિત અનેક કેન્દ્રોમા શિક્ષકોએ બહિષ્કાર કર્યો.

 77 ,  1